આ દાદાએ કર્યા પોતાની પૌત્રીની ઉંમરની છોકરી સાથે લગ્ન,હવે લોકો કરી રહ્યા છે ટ્રોલ,પણ આ બંને પોતાની જ મસ્તીમાં…..
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યાં રોજબરોજ અવનવું વાયરલ થતું રહે છે.ક્યારેક વીડિયો તો ક્યારેક તસવીરો ખૂબ જ વાયરલ થતી હોય છે.તેમાંથી કેટલાક એવા વીડિયો છે જે લોકોને થોડા વધુ પસંદ આવે છે.ક્યારેક કોઈ સારી વાત તો ક્યારેક ટ્રોલ કરીને બનાવેલ મીમ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ જાય છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ છે.આ વાયરલ તસવીરોમાં એક વૃદ્ધ પુરુષ સાથે સુંદર મહિલાની લગ્નની વર્ષગાંઠની છે.આ તસવીરો જોયા બાદ સોશિયલ મીડિયા પર તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.આ વાયરલ કપલમાં વર આધેડ છે.જ્યારે તેની પત્ની જવાનજોધ છે.
તમને જણાવીએ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટામાં રહેલ વ્યક્તિ ટોમ ઇમામ છે અને મહિલા મિસ્ટી ઇમામ છે.બંને બાંગ્લાદેશથી અમેરિકાના રહેવાસી બન્યા છે.મિષ્ટીએ ફેસબુક પર તેના લગ્નની વર્ષગાંઠની કેટલીક તસવીરો શેર કરી છે.અને તેની વેડિંગ એનિવર્સરીની તસવીરને લઈને ટ્રોલ થઈ રહી છે.તેમની ઉંમરમાં ઘણો મોટો તફાવત હોવા છતાં તેમણે લગ્ન કર્યા છે.આને લઈને કપલ ખૂબ ટ્રોલ થઈ રહ્યું છે.
આ કપલ પોતાની મસ્તીમાં જ રહે છે અને સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે.ટોમ ઇમામ તેમના સોશિયલ મીડિયામાં પત્ની સાથેની ઘણી રોમાન્ટિક તસવીરો પણ શેર કરતા રહે છે.આ કપલને દુનિયા અને સમાજની કોઈ ફિકર નથી.જુવાન જોધ મિષ્ટી પણ અલગ અલગ કપડામાં ટોમ સાથે અવાર નવાર રોમાન્ટિક પોઝ આપતી જોવા મળે છે.
તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે મિષ્ટી ટોમની બીજી પત્ની છે.ટોમ બાંગ્લાદેશી છે.તેની પ્રથમ પત્ની અમેરિકન હતી.તેથી તે અમેરિકામાં રહે છે.ટોમની પહેલી પત્ની 10 વર્ષની લાંબી માંદગી બાદ 2011માં મૃત્યુ પામી હતી.તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી તેઓ તેમના બાળકો સાથે લાંબુ જીવન જીવ્યા.પરંતુ લાંબા સમય પછી તેમણે ફરીથી લગ્ન કરવાનો વિચાર કર્યો અને બીજી વાર તેમણે બાંગ્લાદેશની એક જવાનજોધ છોકરી સાથે લગ્ન કર્યા.
આ વર્ષે ટોમ અને મિષ્ટીની લગ્નની વર્ષગાંઠ હતી અને તે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને બંનેને ભારે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.ટોમે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અમે અમારા ફોટા શેર કરીને વ્યાપક ટ્રોલિંગ જોઈ રહ્યા છીએ.પરંતુ ટોમના કહેવા પ્રમાણે ‘પ્રેમને કોઈ ઉંમર હોતી નથી.અને હું મારી પહેલી પત્નીને ખૂબ પ્રેમ અને આદર કરું છું.હું આશા રાખું છું કે તમે પણ તે સમજી શકશો.