આ દંપતીએ સાથે જીવવા મરવાની કસમો સાચી સાબિત કરી, માત્ર ચોવીસ કલાકના અંતરે જ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. – GujjuKhabri

આ દંપતીએ સાથે જીવવા મરવાની કસમો સાચી સાબિત કરી, માત્ર ચોવીસ કલાકના અંતરે જ દુનિયાને છોડીને ચાલ્યા ગયા.

હાલના ચાલી રહેલા સમયમાં આપણે ઘણા કિસ્સાઓ એવા બનતા જોતા હોઈએ છીએ જે પ્રેમ કરવા માટે ઉંમર મહત્વની નથી હોતી, પ્રેમ એક એવી વસ્તુ છે કે ગમે તે સમયે ગમે તે સાથે થઇ જાય છે, ઘણા દંપતીઓ પણ તેમનું જીવન સરસ અને સુખમય રીતે પસાર કરતા હોય છે અને સાથે જીવવા મરવાની કસમો પણ ખાતા હોય છે.

હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, આ ઘટનાને નવસારીના એક દંપતીએ આજે સાચી સાબિત કરીને બતાવી હતી, નવસારીના કબીલપોર જી.ઈ.બી. કોલોનીમાં રહેતા અને જી.ઈ.બી.માંથી નિ‌વૃત્ત થયેલા કર્મચારી અનાવિલ પરિવારમાં રહેતા બળવંતરાય દેસાઈ અને તેમના ધર્મપત્ની સુશીલાબેન દેસાઈએ સાથે જીવવા મરવાની કસમો સાબિત કરી હતી.

આ દંપતી જીવનભર સાથે રહ્યા અને સાથે જીવીને સાથે સ્વર્ગમાં પણ ગયા હતા, આ દંપતીએ એકબીજાને આપેલું જીવનભર સાથે રહેવાનું વચન પણ પૂરું કર્યું હતું, સુશીલાબેન ચોર્યાશી વર્ષની ઉંમરમાં ૨૪ ઓગસ્ટના રોજ મૃત્યુ પામ્યા હતા અને તેમના પતિ બળવંતરાય ડાહ્યાભાઈ દેસાઈ ૮૬ વર્ષની ઉંમરમાં ૨૫ ઓગસ્ટના રોજ મૃત્યુ પામ્યા હતા.

પત્નીના મૃત્યુના ૨૪ કલાક બાદ પતિ બળવંતરાય દેસાઈએ પણ પોતાનો દેહ છોડી દીધો હતો અને તેમની પત્ની સાથે સ્વર્ગને સિધાવી લીધો હતો, બળવંતરાય દેસાઈ સત્ય સાંઈ સેવા સેન્ટર નવસારી

અને ઉત્કર્ષ મંડળના સેવાકાર્યમાં તેમની ફરજ બજાવી રહ્યા હતા અને જી.ઈ.બીમાં પણ તેઓ ખુબ જ લોકપ્રિય બન્યા હતા. આથી આજે આ દંપતીએ સાથે જીવવા મરવાની કસમોને સાચી સાબિત કરીને બતાવી હતી.