આ દંપતીએ તેમની પ્રોફેશનલ જોબ છોડીને ચાલુ કરી ગાય આધારિત ખેતી અને તેમાંથી આજે વર્ષે લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે….
ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ દેશભરમાં નાના મોટા હજારો ખેડૂતો પણ રહેલા છે. આ બધા જ ખેડૂતો જુદી જુદી ખેતી કરીને સારી એવી આવક કરી રહ્યા છે. આજે બધા જ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી ગયા છે જેથી સારી એવી આવક પણ મેળવી શકે.
આજે એવા જ દંપતી વિષે જાણીએ જેઓએ તેમની પ્રોફેસનલ જોબ છોડીને ગાય આધારિત ખેતી ચાલુ કરી હતી.આ દંપતી મૂળ જામનગરની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે, જેમનું નામ શ્રીકાંત માલદે છે.
તેઓ સૉફ્ટવેર એન્જિનિયર છે. તેમના પત્ની ચાર્મી માલદે પણ કેમિકલ એન્જીનીયર છે તેઓ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં આ વર્ષ ૨૦૧૭ માં દંપતીએ તેમની જોબ છોડી દીધી છે. તેઓએ ખેતી કરવાનું મન બનાવી લીધું અને પશુપાલન પણ કરવાનું નક્કી ર્ક્યું હતું.
તેઓની પાસે આજે ૧૦૦ ગીર ગાયો છે અને ૨૦ લોકોની ટિમ છે જે ગાયોની દેખભાર કરે છે તેઓ ગાયમાંથી ખેતીને મદદરૂપ થાય એવી રીતે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી રહ્યા છે. તેઓ પ્રોડક્ટ પણ બનાવે છે.
અને તેમને અહીંયા સુધી પહોંચવા માટે ઘણા રિસર્ચ કર્યા હતા અને તેઓએ મહેનત કરીને આગળ વધ્યા અને આ કામ ચાલુ કર્યું હતું.આજે તેઓ તેમાંથી લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે,
તેઓ ગાયના છાણમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવે છે અને તેમાંથી સારી એવી આવક કરી રહ્યા છે. આમ તેમની બધી જ વસ્તુઓ લોકોને ઘણી પસંદ પણ આવે છે અને તેમાંથી સારી એવી કમાણી પણ તેઓ કરી રહ્યા છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.