આ ત્રણ વસ્તુનો ઉપાય કરવાથી શરીરમાં થતા ગમે તેવા સાંધાના, કમરના અને પીઠના દુખાવા સામે રામબાણ નીવડશે. – GujjuKhabri

આ ત્રણ વસ્તુનો ઉપાય કરવાથી શરીરમાં થતા ગમે તેવા સાંધાના, કમરના અને પીઠના દુખાવા સામે રામબાણ નીવડશે.

હાલના સમયમાં બધા જ લોકોને શરીરમાં નાની મોટી સમસ્યાઓ થયા જ કરતી હોય છે અને તે બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે દરેક લોકો દવાઓ લેતા હોય છે. પણ દવા લીધા પછી પણ કેટલીય વખતે આ સમસ્યાઓ દૂર નથી થતી તો તેને દૂર કરવા માટે લોકો ઘરેલુ ઉપચાર કરતા હોય છે. આજે મોટા ભાગના લોકોમાં સાંધાના દુખાવા, પથરી અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

સાંધાનો દુખાવો આજે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ મોટા ભાગના લોકોમાં જોવા મળે છે, આજે કમરનો દુખાવો, પીઠનો દુખાવો પણ ઘણા લોકોમાં જોવા મળે છે. આજે આપણે આ બધા જ દુખાવાના ઘરેલુ ઉપચારથી કેવી રીતે દૂર કરી શકીએ તેના ઉપચાર વિષે જાણીએ. શરીરમાં વાયુની પ્રકૃતિ વધે છે એટલે આ દુખાવા થાય છે.

આ ઉપચાર કરવા માટે તમારે આ ત્રણ વસ્તુઓ લેવાની છે તમારે તેમા પહેલી વસ્તુ તલ છે જેની ત્રણ ચમચી લેવાની છે અને તેનો પાઉડર બનાવવાનો છે. બીજી વસ્તુ તમારે દેશી ગોળનો ટુકડો લેવાનો છે અને ત્રીજી વસ્તુ સૂંઠનો પાઉડર લેવાનો છે. આ ત્રણ વસ્તુ લઈને એક ગ્લાસ જેટલું દેશી ગાયનું દૂધ લેવાનું છે, તેમાં તલનો પાઉડર બે ચમચી જેટલો નાખવાનો છે અને દૂધને ગરમ કરવા મુકવાનું છે.

તેમા ગોળ નાખવાનો છે અને નાની ચપટી સૂંઠનો પાઉડર નાખવાનો છે, દૂધ ગરમ થઇ જાય પછી નીચે ઉતારીને થોડું ઠંડુ પાડીને તેને પીવાનું છે. આમ દિવસમાં એક કે બે વખતે ઉપાય કરી શકાય છે આટલું કરવાથી શરીરમાં થતા આવી રીતના દુખાવા હંમેશા માટે દૂર થઇ જશે.