આ છે ભગવાન રામના ૩૧૦ માં વંશજ, જયપુરમાં રહીને આજે પોતાનું વૈભવી જીવન જીવી રહ્યા છે, માત્ર ૯ વર્ષની ઉંમરમાં સંભાળ્યો રાજપાટ….
દરેક લોકો ભગવાન રામના જીવન વિષે તો સારી રીતે જાણતા જ હશે, ભગવાન રામનું નામ આજે આખી દુનિયાના લોકો લે છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન રામના વંશજો આજે પણ આ દુનિયામાં જીવિત છે. ભગવાન રામના વંશજો આજે પણ જયપુરમાં રાજ કરે છે, ભગવાન રામ પછી પણ તેમના ઘણા મહાન વંશજોએ રાજ કર્યું છે.
તેથી તમને પણ જાણીને નવાઈ લાગશે કે આજે પણ ભગવાન રામના વંશજો જીવિત છે. રાજા રામના વંશજો આજે પણ જીવિત છે અને જયપુરમાં રહીને પોતાનું રાજ કરે છે, વર્ષ ૧૯૪૭ માં જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે તેમની રાજાશાહી પુરી કરી હતી, તો પણ આજે તેમના વંશજો જયપુરના રાજ મહેલમાં રહીને આજે પણ તેમનું જીવન સુખેથી જીવી રહયા છે.
જયપુરના આ રાજ મહેલમાં ભગવાનનો ૩૦૯ મોં વંશ ચાલી રહ્યો છે અને તે લોકો ત્યાં રહીને પોતાનું જીવન સુખેથી જીવી રહ્યા છે, રાજમાતા પદ્મિની દેવીએ જણાવતા કહ્યું હતું કે તેમને સંતાનમાં એક દીકરી જ હતી અને તેમની દીકરી દિયાકુમારીને બે દીકરા છે, જેમાં ૨૫ વર્ષના પદ્મનાભ આજે જયપુર રાજ પરિવારના વારસદાર તરીકે બિરાજમાન છે.
પદ્મનાભે માત્ર પોતાની બાર વર્ષની નાની ઉંમરે પોતાનો રાજપાટ સંભળાયો હતો અને આજે તેઓ વિદેશમાં જઈને પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, પદ્મનાભ આજે કુલ ૨૦ હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે, પદ્મનાભને મોડલિંગનો ખુબજ શોખ છે
તે માટે તે અવાર નવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે, પદ્મનાભ આજે પોતાનું જીવન ખુબ જ વૈભવીશાળીથી જીવે છે, તેથી જયપુરના લોકો આજે પણ તેમને રાજા માને છે અને તે રાજા રામના ૩૧૦ માં વંશજ છે.