આ ગુજરાતી દંપતી લંડનની જીવનશૈલી છોડીને આ એક કારણથી તેમના વતને પરત આવ્યું અને આજે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પરિવારના લોકોની સાથે તેમનું જીવન સુખેથી જીવે છે… – GujjuKhabri

આ ગુજરાતી દંપતી લંડનની જીવનશૈલી છોડીને આ એક કારણથી તેમના વતને પરત આવ્યું અને આજે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પરિવારના લોકોની સાથે તેમનું જીવન સુખેથી જીવે છે…

હાલમાં ચાલી રહેલા સમયમાં દરેક યુવકો અને યુવતીઓ સારા અભ્યાસ માટે વિદેશમાં જવાનું વિચારતા હોય છે, ઘણા લોકો તો ત્યાં અભ્યાસ કરીને વિદેશમાં સેટ પણ થઇ જતા હોય છે, તેથી હાલના ચાલી રહેલા સમયમાં પણ લોકો વિદેશમાં જવાનું ઇચ્છતા હોય છે, આજે આપણે એક તેવા જ દંપતી વિષે વાત કરીશું, આ દંપતી વિદેશની સારા પગાર વાળી નોકરી છોડીને તેમના વતને પરત આવી ગયા હતા.

આ દંપતીનું નામ રામદે ખૂટી અને ભારતી ખૂટી હતું, આ યુવા દંપતી હતા, તો પણ આ દંપતીએ તેમના વિદેશના સારા જીવનને છોડીને તેમના વતને પરત આવી ગયા હતા, આ દંપતીએ વિદેશની સારા પગારની નોકરી છોડીને તેમના વતને પરત આવીને ખેતી કરવાની શરૂ કરી હતી, આ દંપતી છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં રહેતા હતા.

રામદે અને ભારતી લંડનમાં તેમનું જીવન એશ આરામથી જીવી રહ્યા હતા, હાલમાં ભારતી અને રામદે છેલ્લા થોડા સમયથી પોરબંદરના બેરણ ગામમાં રહેતા હતા. આ દંપતી ખેતીની સાથે સાથે ગાયો અને ભેંસોનું પણ કામ કરતા હતા, રામદે ખૂટી વર્ષ 2006 માં નોકરી કરવા માટે સૌથી પહેલા ઇંગ્લેન્ડ ગયા હતા, ત્યારબાદ બે વર્ષ બાદ તેમના વતને પરત આવીને ભારતી સાથે લગ્ન કર્યા.

તે સમયે ભારતી એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરતી હતી, તેથી ભારતી લગ્ન બાદ તેનો અભ્યાસ પૂરો કરવા માટે વર્ષ ૨૦૧૦ માં લંડન ગઈ અને ત્યાં જઈને ભારતીએ ડિગ્રી મેળવીને લંડનમાં જ ભારતીએ નોકરી કરવાની શરૂ કરી હતી, ત્યારબાદ ભારતી અને રામદેએ એક દીકરાને જન્મ આપ્યો.

તે પછી રામદેને પણ તેના વતને રહેતા માતાપિતાની ચિંતા વધવા લાગી અને તેમની સાર સંભાળ રાખવા માટે પણ કોઈ ન હતું, તેથી ભારતી અને રામદેએ તેમના વતને પરત આવવાનું નક્કી કર્યું હતું, તેથી આજે આ દંપતી તેમના પરિવારના લોકોની સાથે રહીને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને તેમનું જીવન સુખેથી જીવી રહ્યા છે.