આ ગાય આજે ૧ કરોડના બંગલામાં રહે છે અને તેની સેવા માટે ૪ લોકો ૨૪ કલાક તેની આગળ પાછળ ફરે છે, નસીબ હોય તો આ ગાય જેવું… – GujjuKhabri

આ ગાય આજે ૧ કરોડના બંગલામાં રહે છે અને તેની સેવા માટે ૪ લોકો ૨૪ કલાક તેની આગળ પાછળ ફરે છે, નસીબ હોય તો આ ગાય જેવું…

આપણે ઘણા લોકોને જોઈને તરત જ વિચાર કરવા લાગતાં હોય છે જે આ વ્યકતિનું શું નસીબ છે, તેવી જ રીતે આ ગાયનું જીવન જોઈને તમે પણ બોલી પડશો કે ગાયનું શું નસીબ છે, આ ગાય એવું વૈભવી જીવન જીવી રહી હતી કે આવું જીવન તો માણસો પણ જીવી રહ્યા ન હતા, આ ઘટના રાજસ્થાનના રાણીવાડથી સામે આવી હતી.

આ ગાયનું નામ રાધા છે. જે આજે ૧ કરોડના બંગલામાં રહેતી હતી, આ ગાય દરરોજ દેશી ઘી ના બનેલા લાડવા ખાય છે. રાણીવાડના બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિત એક મોટા બિઝનેસમેન છે અને તે આજે મુંબઈમાં પોતાનો બિઝનેસ કરી રહ્યા હતા, નરેન્દ્ર પુરોહિતએ જણાવતા કહ્યું હતું કે આજથી થોડા સમય પહેલા તેઓ એક ગૌશાળામાં ગયા હતા.

ત્યાં તેમને આ ગાય જોઈ તો નરેન્દ્ર પુરોહિતને તેને ઘરે લઇ જવાનું મન થયું. ત્યારબાર તેઓ તે ગાયને તેમના પોતાના ઘરે લઈને આવી ગયા. તે સમયથી આ ગાય તેમના ઘરે જ રહે છે, ત્યારથી આ ગાય તેમના ઘરે જ રહેતી હતી, નરેન્દ્ર પુરોહિતનું કહેવું હતું કે તેમના ઘરમાં જ્યારથી આ ગાય આવી છે ત્યારથી તેમના જીવનમાં ખુશીઓ આવી ગઈ હતી.

ગાયના આવવાથી તેમના ધંધામાં પણ મોટો વધારો થઇ રહ્યો હતો એટલે આજે નરેન્દ્ર પુરોહિત અને તેમનો પરિવાર રાધાના આશીર્વાદથી દિવસે દિવસે ખુબજ પ્રગતિ કરીને આગળ વધી રહ્યા હતા, તેથી આ ગાયની સેવા કરવા માટે ચાર લોકો હંમેશા તેની આગળ પાછળ જ રહેતા હોય છે. આ પરિવારના લોકો દરરોજ સવાર સાંજ ગાયની પૂજા કરે છે.

આ ગાય આખો દિવસ ઘરમાં જ આમ તેમ ફળ્યા કરે છે. રાધાને આ પરિવારના લોકો પરિવારનો એક સભ્ય હોય તેવી જ રીતે રાખે છે, આ ગાય માટે નરેન્દ્ર સિંહે એક કરોડ રૂપિયાનો બંગલો પણ બનાવ્યો છે. આ ગાયનું નસીબ ખરેખર માણસો કરતા પણ ઘણું સારું છે. તેથી કહેવામાં આવે છે કે આ બધી નસીબ નસીબની વાતો છે.