આ ગામની પરંપરા જોઈને તમને પણ નવાઈ લાગશે,અહી વરરાજાને ઊંધો લટકાવી માર મારવામાં આવે છે,જાણો ક્યાં છે આ ગામ……
આજે પણ દુનિયાભરમાં લગ્ન વખતે અનેક વિચિત્ર રિવાજોનું પાલન કરવામાં આવે છે.દુનિયાના અલગ-અલગ દેશોમાં યોજાતા લગ્નોમાં પણ અનેક પ્રકારની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે.જેના વિશે જાણીને તમે ચોંકી જશો.લગ્નમાં ચાલતા રિવાજોનું અલગ અલગ મહત્વ હોય છે.લગ્નમાં અલગ અલગ જગ્યાએ ઘણા પ્રકારની વિધિઓનું પાલન કરવામાં આવે છે.જે ઘણીવાર ખૂબ જ વિચિત્ર હોય છે.
આજે અમે તમને દક્ષિણ કોરિયાના લગ્નોમાં થતી એક એવી વિધિ વિશે જણાવીશું.જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.આ દેશમાં લગ્ન દરમિયાન છોકરાએ પોતાની મર્દાનગી સાબિત કરવી પડે છે.જેના માટે તેને ખૂબ મારવામાં આવે છે.દક્ષિણ કોરિયામાં લગ્ન પછી છોકરાને લાકડી સાથે બાંધીને ઊંધો લટકાવી દેવામાં આવે છે.
આ પછી છોકરાના પગના તળિયા પર લાકડી વડે જોર-જોરથી મારવામાં આવે છે.આ સિવાય છોકરાને જૂતા વડે પણ મારવામાં આવે છે.આ પરંપરાને અનુસરવાનું એક મોટું કારણ છે.દક્ષિણ કોરિયાના લોકોનું માનવું છે કે જો છોકરાઓ આ પરંપરામાં સફળ થઈ જાય તો તેમને ભવિષ્યમાં કોઈ સમસ્યા થતી નથી.તેઓ જો માર ખાય છે તો તેઓ જીવનભર મજબૂત રહે છે.
કહેવાય છે કે દક્ષિણ કોરિયામાં પુરુષોને મર્દાનગી સાબિત કરવા માટે વરરાજાના મિત્રો અને સંબંધીઓ તેના પર લાકડીઓ વરસાવે છે.આમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દક્ષિણ કોરિયામાં આ બધી વિધિઓ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ ધાર્મિક વિધિમાં સૌથી પહેલા લગ્નના દિવસે જ વરરાજાના મિત્રો વરને લાકડી સાથે બાંધે છે અને ખૂબ મજાક કરતા કરતા તેને ઊંધો લટકાવી દે છે.આ પછી તે જ લોકો વરરાજાના પગના તળિયા પર ઘણી લાકડીઓ વરસાવે છે અને તેને જૂતા વડે પણ માર મારે છે.