આ ખેડૂત માર્કેટયાર્ડમાં તેમનો ૬૦ હજાર રૂપિયાનો માલ વેચીને ઘરે જતા હતા પણ ૬૦ હજાર રૂપિયા ક્યાંક પડી ગયા તો આ રૂપિયા એક યુવકને મળતા ખેડૂત સુધી પહોંચાડીને ઈમાનદારી બતાવી.
આજના સમયમાં બધા જ લોકો પોતાના માટે જ જીવતા હોય એવું લાગી રહ્યું છે અને દિવસે-દિવસે સ્વાર્થી પણ બનતા જઈ રહ્યા છે. જો રસ્તામાંથી થોડા રૂપિયા મળે તો પણ તે રૂપિયા તેમના છે એવું કહીને ખિસ્સામાં મૂકીને ચાલતા થઇ જતા હોય છે. આમ આ બધાની વચ્ચે એક એવા વ્યક્તિ વિષે જાણીએ જે વ્યક્તિને ૬૦ હજાર રૂપિયા મળ્યા હતા તે તેના માલિક સુધી પહોંચાડીને ઈમાનદારી બતાવી હતી.
હાલમાં ઘણા એવા લોકો ઈમાનદાર પણ જોવા મળે છે અને તેઓ આવા ઇમાનદારીના દાખલાઓ કાયમ પણ કરતા હોય છે. આ યુવક દિયોદરના રૈયા ગામના એક ખેડૂત તેમની ખેતીનો માલ વેચીને ૬૦ હજાર રૂપિયા રોકડા લઈને ઘરે જતા હતા અને તેમના રૂપિયા ક્યાંય પડી ગયા હતા. એ સમયે માર્કેટ યાર્ડમાં કામ કરતા યુવકોને મળ્યા હતા.
આ ખેડૂત માલ વેચીને પૈસા ખિસ્સામાં મૂકીને નીકળ્યા હતા અને ત્યારે તેમના ખિસ્સામાંથી આ પૈસા પડી ગયા હતા. તેઓને જયારે ખબર પડી તો તેઓએ પહેલા આ રૂપિયાની શોધખોળ કરી હતી અને તેમને આ પૈસા ક્યાંય મળ્યા નહતા તો તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. એવામાં સાંજના સમયે શિવમ કોર્પોરેશન નામની પેઢીમાં ફરજ બજાવતા દશરથભાઈ અને ભરતભાઈને આ પૈસા મળ્યા હતા.
તેમને દુકાન પાછળથી આ રૂપિયા મળ્યા હતા તો બીજી દિવસે સવારે માર્કેટયાર્ડની ઓફિસમાં જઈને આ પૈસા જમા કરાવ્યા હતા. એવામાં આ પૈસા જે માલિકના હતા તેમને બોલાવીને આ રૂપિયા તેના સાચા માલિકના આપવામાં આવા હતા અને ઇમાનદારીનો દાખલો કાયમ કર્યો હતો. આમ વેપારીઓએ આ ઇમાનદારીના દાખલ બદલ બન્ને લોકોનું સન્માન કર્યું હતું.