|

આ કપાલને નડ્યો અકસ્માત,સગાઈ કર્યા પછી ફરવા ગયા આ યુવક અને યુવતી,બંને પરિવારની છીનવાઇ ગઈ ખુશીઓ…..

દેશમાં દિવસેને દિવસ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે.ત્યારે હવે મથુરાથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે.જ્યાં રોડ અકસ્માતમાં એક છોકરો અને છોકરીના મોત થયા છે.જણાવવામાં આવી રહ્યું છે કે બંનેના જલ્દી જ લગ્ન થવાના હતા અને બંને સગાઈ બાદ એક સાથે ફરવા નીકળ્યા હતા.પરંતુ યમુના એક્સપ્રેસ વે પર તેમને અકસ્માત નડ્યો હતો.

મોતના સમાચાર સાંભળતા જ બંને ઘરોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.રડતાં રડતાં સ્વજનોની હાલત ખરાબ છે.જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક યુવક અને યુવતી દિલ્હીના રહેવાસી હતા.મૃતક યુવકની ઓળખાણ વિશાલ તરીકે થઇ હતી અને મૃતક યુવતીની ઓળખાણ અલ્કા તરીકે થઇ છે.

બંનેની રિંગ સેરેમની થઈ ગઈ હતી અને બંનેના પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા.પરંતુ આ અકસ્માતે બંને પરિવારની ખુશીને શોકમાં ફેરવી દીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં બંને આગ્રા જઈ રહ્યા હતા.બલદેવ વિસ્તારમાં તેમની કાર આગળ વધી રહેલા વાહન સાથે અથડાઈ હતી.

બંનેના મૃતદેહ ઘરે લાવવામાં આવતા જ ઘરમાં કોહરામ મચી ગયો હતો.સ્વજનોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.ત્યારબાદ બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.બંનેના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

Similar Posts