આ ઉપાય શરીરમાં ગમે તેવી જામી ગયેલી પથરીને પણ ભૂકો કરીને બહાર કરવામાં રામબાણ નીવડશે. – GujjuKhabri

આ ઉપાય શરીરમાં ગમે તેવી જામી ગયેલી પથરીને પણ ભૂકો કરીને બહાર કરવામાં રામબાણ નીવડશે.

હાલના ચાલી રહેલા સમયમાં ઘણા લોકોને શરીરમાં અવનવી બીમારીઓ થતી હોય છે, તેના કારણે ઘણા લોકોની જીવનશૈલી બદલાઈ જતી હોય છે, તેથી શરીરમાં થતી તે બધી જ બીમારીઓને દૂર કરવા માટે લોકો ઘણી બધી દવાઓ અને ઉપાયો કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી બીમારીઓ દૂર થતી નથી, ઘણા લોકોને કિડનીમાં પણ પથરીની સમસ્યા રહેતી હોય છે.

તેના કારણે લોકોને પેટમાં ઘણો દુખાવો થતો હોય છે, તેથી લોકોને ઘણી પીડા પણ થતી હોય છે, તેથી આ સમસ્યાને દૂર કરવા માટે દેશી અને ઘરેલુ ઉપાય કરવો જોઈએ, આ ઉપાય કરવાથી પેટમાં થતો દુખાવો બંધ થઇ જાય છે અને સાથે સાથે શરીરમાં રહેલી પથરી પણ ઓગળીને બહાર નીકળી જતી હોય છે. પથરીની સમસ્યાને શરીરમાંથી દૂર કરવા માટે આ ફળનો ઉપયોગ કરવાનો છે.

પપૈયાનું સેવન કરવાથી પેટમાં રહેલી પથરીની સમસ્યા દૂર થાય છે અને સાથે સાથે પથરીના કારણે થતો પેટનો દુખાવો પણ દૂર થતો હોય છે, પપૈયાનું સેવન કરવાથી વાયુના કારણે શરીરમાં ગેસ થયો હોય તે પણ સમસ્યા દૂર થાય છે, આ ઉપાય કરવા માટે પપૈયાનો અને તેના બીજનો ઉપયોગ કરવાનો છે, તેથી જે લોકોને શરીરમાં પથરીની સમસ્યા હોય તે લોકોને નિયમિત પપૈયાનું સેવન કરવાનું છે.

ત્યારબાદ પપૈયાની અંદરથી જે બીજ નીકળે છે તે બીજને સુકવી દેવાના છે, તે પછી તે બીજનો પાઉડર બનાવી લેવો અને દરરોજ તે બીજના પાઉડરની એક ચમચી લઈને તેને હૂંફાળા પાણી સાથે પીવાથી શરીરમાં રહેલી પથરી ઝડપથી ઓગળીને બહાર નીકળી જતી હોય છે, આ ઉપાય કરવાથી પેટને લગતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

ત્યારબાદ પથરીની સમસ્યાને દૂર કરવા માટે સફરજન પણ રામબાણ સાબિત થાય છે, સફરજનની અંદર ઘણા બધા વિટામિન અને પોષક તત્વો રહેલા હોય છે, તેથી જે લોકોને શરીરમાં પથરીની સમસ્યા હોય તે લોકોને દરરોજ એક ગ્લાસ સફરજનનો જ્યુસ પીવાથી શરીરમાં રહેલી પથરી ઓગળીને બહાર નીકળી જતી હોય છે, આથી આ બંને ઉપાય શરીરમાં રહેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ નીવડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *