આ અભિનેત્રીએ પોતાના શરીર પર ઝાડના પાંદડા ચોટાડીને ઉર્ફી જાવેદને પણ આપી ટક્કર,ગરોળીને બેસાડી આંગળી પર…..
આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રીઓ તેમના દેખાવ સાથે અલગ અલગ પ્રયોગ કરવામાં ડરતી નથી.તે જ સમયે ઉર્ફી જાવેદનો આ મામલે કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.ઉર્ફી અવારનવાર તેના આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે.હવે ઉર્ફીને ટક્કર આપવા માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના અનોખા લુકથી સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.તસવીરોમાં અદાએ ઝાડના પાંદડામાંથી બનેલો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.જેમાં એક્ટ્રેસે પાંદડામાંથી બનેલો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો છે.તેણે પોતાની આંગળીમાં ગરોળી જેવી ડિજાઈનની વીંટી પણ પહેરી છે.
જ્યાં લોકોને અદાની તસવીરો ખૂબ જ પસંદ આવી છે અને ચાહકો તેના આ અનોખા લુકના વખાણ કરી રહ્યા છે.ત્યારે સોશિયલ મીડિયા પર એવા ઘણા લોકો છે જેમને અદાનો આ નવો લૂક બિલકુલ પસંદ નથી આવ્યો.આ કારણે લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
અદાની તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે એક્ટ્રેસને ગાય અને ભેંસથી દૂર રહેવા કહ્યું.યુઝરે લખ્યું- ‘તમારે ગાય અને ભેંસથી દૂર રહેવું જોઈએ,એવું ન થાય કે તેઓ બધાં પાંદડા ખાઈ જાય’.આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું- ‘બકરી બહાર મુક્તપણે ફરે છે,તમારે તમારો ડ્રેસ બચાવવો જોઈએ’.
તમને જણાવી દઈએ કે હાલમાં જ મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન અદા શર્માએ આ લુક કેરી કર્યો હતો.જો કે અદાનો આ લુક અત્યાર સુધીનો સૌથી અલગ લુક હતો.
આ ડીપ નેક ઓફ શોલ્ડર ડ્રેસ સાથે તેના દેખાવને પૂર્ણ કરવા માટે અદાહ શર્માએ તેના વાળ ખુલ્લા છોડી દીધા અને સોફ્ટ મેકઅપનો આશરો લીધો.જોકે દરેક ફોટોમાં અદાની અદાઓ ચાહકોને ખૂબ જ નશામાં ધૂત કરી દે છે.