આશ્ચર્યજનક,કોઈપણ ટેકા વગર હવામાં ઊડતી જોવા મળી મહિલા,લોકો જોઈને નવાઈ પામ્યા,જુઓ વિડીયો – GujjuKhabri

આશ્ચર્યજનક,કોઈપણ ટેકા વગર હવામાં ઊડતી જોવા મળી મહિલા,લોકો જોઈને નવાઈ પામ્યા,જુઓ વિડીયો

ઈન્ટરનેટની દુનિયામાંથી દરેક પ્રકારના ચોંકાવનારા વીડિયો સામે આવતા રહે છે.ઘણી વખત આ વીડિયો એટલા ડરામણા હોય છે કે તેને જોઈને લોકોની આત્મા કંપી જાય છે.હાલમાં જ એક એવો જ ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો.આ વીડિયો અમેરિકામાં ઉજવાતા હેલોવીન ફેસ્ટિવલની તૈયારીઓ માટે કરવામાં આવેલી સજાવટનો છે.જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ સ્પુકી હેલોવીન ડેકોરેશનમાં છોકરીનું પૂતળું બનાવવામાં આવ્યું છે જે કોઈ પણ ટેકા વિના હવામાં ઉંચે લટકતું જોવા મળે છે.અમેરિકામાં ઉજવાતા હેલોવીન તહેવારને માત્ર એક મહિનાનો સમય બાકી છે.તે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.આ માટે લોકો ઘણા સમય પહેલા ડરામણા પોશાક અને તેની સજાવવાની તૈયારી શરૂ કરી દે છે.

આ દિવસોમાં હેલોવીન ફેસ્ટિવલની તૈયારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ શણગાર Netflix શ્રેણી સ્ટ્રેન્જર થિંગ્સ સીઝન 4 થી પ્રેરિત છે.એક છોકરીનું પૂતળું હવામાં લટકતું હોય છે અને વીડિયોમાં પૂતળાની નીચે ઉભેલી મહિલા દેખાઈ રહી છે કે તેને જમીન પરથી કોઈ ટેકો આપવામાં આવ્યો નથી.

વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ યુવતી હવામાં એક જગ્યાએ સ્થિર ઊભી રહે છે. તેને પોતાના બંને હાથ ફેલાયેલા છે અને પગની એડીને ઉપર જાણે કે તે જમીન ઉપર ઉતરી હોય તે રીતે તે હવામાં લટકી રહી છે. હવામાં લટકતી યુવતીને જોઈને આજુબાજુના લોકો પણ એકઠા થયા હતા. આપણે મુવીમાં અનેક કેવા સીન જોયા હશે કે જેમાં આવા કારનામાં કરવામાં આવતા હોય છે.પણ તમને જણાવીએ કે આ વાસ્તવમાં યુવતી નથી પણ એક પુતળું છે.

આ વાયરલ વીડિયોને ધ ઘૌલિગન્સ નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.જેના કેપ્શનમાં ફ્લોટિંગ મેક્સ હેલોવીન ડેકોરેશન લખ્યું છે.1 લાખ 50 હજારથી વધુ લોકો વાયરલ વીડિયો જોઈ ચૂક્યા છે.આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને અહીંના પડોશીઓ આ બિહામણા હેલોવીન ડેકોરેશનનું રહસ્ય ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.