આવા હતા સુરત ના પ્રખ્યાત બિઝનેસમેન લવજી બાદશાહ ની દીકરી ના ભવ્ય લગ્ન.. જુઓ તસવીરો
સુરત માં એક ભવ્ય લગ્ન યોજાયા હતા અને આ લગ્ન એટલા ભવ્ય હતા કે લગ્ન ની ચમક દમક જ આખું સુરત ઝગ મગી ઉઠ્યું હતું આ લગ્ન હતા સુરતના પ્રખ્યાત અબજપતિ બિઝનેસમેન લવજી બાદશાહની લાડલી દીકરી ના. મોટા મોટા અભિનેતા ના લગ્ન ને પણ ઝાંખા પાડે એવા આ લગ્ન માં એવો શણગાર કરાયેલ હતો કે આંખો અંજાઈ જાય. આ લગ્નમાં નેતાઓ થી લઈને અભિનેતા સહિતના સેલેબ હાજર રહ્યા હતા. 2-3 દિવસ ના આ ભવ્ય લગ્ન માં ગરબા થી લઇ મંડપ સુધી માં બધા પ્રોગ્રામ ભવ્ય યોજ્યા હતા
‘અવધ ગ્રુપ’ હેઠળ કન્સ્ટ્રક્શન સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા લવજીભાઈ ડાલિયા એટલે કે લવજીભાઈ બાદશાહની દીકરીના
લગ્ન તેમના પોતાના જ મોટા વરાછાના અબ્રામાં રોડ પર આવેલા ‘ગોપીન ફાર્મ’માં યોજવામાંઆવ્યા હતા. તાપી નદીના કિનારે
આવેલા આ લેવિશ ફાર્મહાઉસ માં આંખ આંજી દેતા લગ્ન માં મહેમાનો નો મેળાવડો જામ્યો હતો.
બિઝમેસમેન લવજી બાદશાહ અને કૈલાસબેનની લાડલી દીકરી ગોરલ ડાલિયા એ પ્રુભુતા માં પગલાં પાડ્યા હતા. સંજયભાઈ
અજમેરાના દીકરા મયુર અજમેરા સાથે ગોરલ ડાલિયા લગ્નગ્રંથી થી જોડાઈ હતી. અજમેરા પરિવાર સુરત માં રિયાલિટી સેક્ટર માં
સંકળાયેલું છે.
ત્રણ દિવસ ચાલેલા આ લગ્ન માં સિંગર પાર્થિવ ગોહિલ એ પોતાના સૂરથી ગરબા રસિકો ને ખૂબ ડોલાવ્યા હતા. પાર્થિવ ગુજરાતી અને
હિન્દી માં મિક્સ ગીતો ગાય ને ધમાલ મચાવી હતી. જ્યારે લગ્નના દિવસે, લોકગાયક ઓસમાન મીરે પોતાના સૂરથી મહેમાનોને
ડોલાવ્યા હતા
આ આલીશાન લગ્ન નું સૌથી આકર્ષણ નું કેન્દ્ર હતું ફાર્મ હાઉસ માં ઉભો કરવામાં રજવાડી મહેલ હતો. આ મહેલ ને ફૂલો અને
લાઈટિંગ થી શણગારવા માં આવ્યો હતો. મહેલને જોતા જ બેઘડી મોઢું ખુલ્લું રહી જાય એવી ભવ્યતા હતી.
આ મહેલની આગળ રજવાડી ગેટ લગાવવામાં આવ્યો હતો. જેના પર ફુલો વચ્ચે મોટું ઝૂમ્મર લગાડવામાં આવ્યું હતું. આ ગેટમાંથી
અંદર દાખલ થતાંજ અંદરનો ભવ્ય માહોલ કોઈની પણ આંખો પહોળી કરી નાખે દેવો હતો.
આ ઉપરાંત લગ્નના મહેલ માં પાણીની એક કેનાલ બનાવવા માં આવી હતી. જેના પર મહેમાનોને લઈને આકર્ષક બોટ ફરતી હતી.
વર્લ્ડ ફેમસ ગ્રીસના વેનિસ સિટી જેવો જે જ માહોલ ઉભો થયો હતો.આ કેનાલ ની વચ્ચે એક બ્રિઝ બનાવવામાં આવ્યો હતો.
આ મહેલની વચ્ચે નવદંપતીએ લાઈટિંગ થી જબરદસ્ત એન્ટ્રી મારી હતી. બાદ માં નવદંપતી સીડી ઉતરી નીચે આવ્યું હતું અને
સ્ટેજ પર વચ્ચોવચ સ્થાન ગ્રહણ કર્યું હતું. જ્યાં મહેમાનો એ આવી ને નવદંપતી નેઆશીર્વાદ આપ્યા હતા.
લગ્નમાં મહેમાનો વચ્ચે ડાન્સ અને ગરબા કરતાં અલગ અલગ ગ્રુપે મા હોલ ને એકદમ જીવંત બનાવ્યો હતો. લાઈટિંગ વચ્ચે ડાન્સ અને
ગરબાની જોરદાર રમઝટ બોલી હતી.
લગ્નમાં એકથી એક ચડિયાતા વ્યંજન રાખવામાં આવ્યા હતા. સ્ટાર્ટર થી લઈને ડેઝર્ટ સુધીની આઈટમ ખૂબ સ્વાદિષ્ટ હતી. અનેક
જાતની મીઠાઈથી લઈને ભાત-ભાતના પકવાન નો મહેમાનોએ સ્વાદ માણ્યો હતો. જમવામાં મોંઘા મોં મોંઘી વસ્તુઓ હતી.
આ લગ્નમાં અનેક વીઆઈપી લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ગૃહમંત્રી હર્ષસંઘવી, શિક્ષણમંત્રી જીતુંવાઘાણી, કેન્દ્રીય
મંત્રી પુરુષોતમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ધારાસભ્ય જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી હાજર રહ્યા હતા. ભાજપના
અધ્યક્ષ સી.આર પાટીલે પણ હાજરી આપી નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા.