ફાઇવસ્ટાર રિસોર્ટ જેવુ છે અહીનું આલીશાન સ્મશાન ગૃહ,લોકો અહી મુલાકાત અને પિકનિક માટે આવે છે,જુવો આ શાનદાર તસ્વીરો… – GujjuKhabri

ફાઇવસ્ટાર રિસોર્ટ જેવુ છે અહીનું આલીશાન સ્મશાન ગૃહ,લોકો અહી મુલાકાત અને પિકનિક માટે આવે છે,જુવો આ શાનદાર તસ્વીરો…

સમ્માન્ય રીતે અ કળીયુગમાં તમે મોટા મોટા આલીશાન ઘર તેમજ મોટી મોટી બિલ્ડીંગો પણ જોઈ હશે.આ હરોળમાં તમે મોટી સુંદર ઓફિસો તેમજ હોટેલો પણ જોઈ હશે.પણ તમે કોઈ દિવસ આલીશાન સ્મશાન ગૃહ વિશે સાંભળ્યું છે?

આ સ્મશાન ગૃહને ઘણી બધી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.તો ચાલો જાણીએ આ સ્મશાન ગૃહ વિશે…તમને જણાવીએ કે આ મુક્તિધામ બનાસકાંઠામાં આવેલું છે.ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘા જેટલી જમીનમા રૂ.7 કરોડના ખર્ચે આકાર પામી રહેલુ મુક્તિધામ આસપાસના વિસ્તારના લોકો માટે પિકનિક પોઇન્ટ કે પ્રિ વેડિંગ શૂટિંગ પોઇન્ટ સાબિત થઇ રહ્યું છે.

આ મુક્તિધામમાં માત્ર લોકો કોઈના મૃત્યુ બાદ માત્ર અંતિમક્રિયા માટે જ નહીં પરંતુ આ મુક્તિધામમાં જન્મદિવસ અને હરવા ફરવા માટે પણ લોકો અહીં આવતા હોય છે.તમને જણાવીએ કે ડિસાનું આ મુક્તિધામ લોકો માટે ભયમુક્ત મુક્તિ ધામ બની ગયું છે.

આ મુક્તિધામમાં પ્રાર્થના ખંડ,લાયબ્રેરી હોલ,વિશાળ બાગ બગીચો,સ્નાનગૃહ,શૌચાલય વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.નોંધનીય વાત એ છે કે આ સ્મશાનગૃહમાં માત્ર રૂ.1 ના ટોકનમાં જ કોઇપણ વ્યક્તિની અંતિમક્રિયા કરવામાં આવે છે.

મુક્તિધામના સંચાલકોની આ સેવા અને મુક્તિધામની આધુનિકતાને કારણે માત્ર ડીસા જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠાના લોકોમા આ મુક્તિધામ ચર્ચાનો વિષય બન્યું છે.