|

આને કહેવાય સાચો પ્રેમ, અંધ યુવક સાથે પ્રેમ થઇ ગયો તો યુવતીએ લોકોની ચિંતા કર્યા વિના તેની સાથે લગ્ન કરી લીધા, આજે પતિની આંખો બની પોતાનું જીવન જીવી રહી છે….

કહેવાય છે પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી પ્રેમતો શબ્દો અને સમજથી જોડાયેલો હોય છે.આવી જ રીતે ઊંડી લાગણીથી જોડાયેલા શૈલેષભાઈ અને દયાબહેનની લવસ્ટોરી કોઈ ફિલ્મીથી કમ નથી.તેમાં લવ અને નખરા બધું જ છે.

દયાબહેનને શૈલેષ ભાઈના ગીતો સાંભરીને જ પ્રેમ થઈ ગયો છે.ગિરસોમાંથ જિલ્લાના ઉનામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈને આંખો નથીપરંતુ તેમને કુદરતે મધુર કંઠ આપેલો છે.તેમના ગીતો પાર ગામમાં જ રહેતા દયાબહેન ફિદા થઈ ગયા અને શૈલેષભાઈને દિલ આપી બેઠ્યાં હતા.

જેમની સગાઈ જ ૯ વર્ષ સુધી રહી હતી ત્યારબાદ ૨૦૦૫ માં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા.પ્રેમની સફળ લગ્નની મંજિલ સુધી પહોંચવી સરળ ન હતી એક અંધ વ્યક્તિ સાથે જીવન વિતાવવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે.

તેવું દયા બહેનનો પરિવાર તેમને સતત સમજાવતો હતો.પરંતુ તે પડકારનો સામનો કરવા માટે દયા બહેન તૈયાર હતા.તેમના લગ્નને ૧૭ વર્ષ થઈ ગયા આજે તેઓ એક બીજાના પૂરક બનીને રહે છે.હંમેશા એક બીજાની ખામીઓને નજર અંદાજ કરીને એક બીજાની મદદ માટે તત્પર રહે છે.

દયા બહેન તેમના પતિને શાળાના સમયે મુકવા પણ જાય છે.અને શાળા છૂટવાના સમયે તેમને લેવા પણ જાય છે.જયારે તેમને ક્યાંય બહાર જવાનું થાય તો પણ તેમની પત્ની દયા બહેન તેમને લઈને જ જતા હોય છે.દયા બહેન આજે તેમના પતિની આંખો બનીને પડખે ઉભા છે.તે યુગલનો સબંધ સાચા પ્રેમની વ્યાખ્યા સમાન છે.

Similar Posts