આધારકાર્ડના કારણે વર્ષોથી પરિવારથી વિખુટી પડેલી દીકરીનું માતા પિતા સાથે મિલન થતા દીકરીને નવું જીવન આપ્યું… – GujjuKhabri

આધારકાર્ડના કારણે વર્ષોથી પરિવારથી વિખુટી પડેલી દીકરીનું માતા પિતા સાથે મિલન થતા દીકરીને નવું જીવન આપ્યું…

ઘણીવાર એવા બનાવો બનતા હોય છે કે જેમાં બાળકો પોતાના માતા પિતાથી વિખુટા પડી જાય છે અને ઘણા એવા બાળકો હોય છે કે જેમને આખું જીવન માતા પિતા વિના જ વિતાવવું પડે છે અને માતા પિતા પણ પોતાના બાળકો વિના નથી રહી શકતા.આ દીકરી સાથે પણ એવું જ થયું. દીકરી પોતાની માતા સાથે સબંધીના ઘરે જઈ રહી હતી. તો એવામાં તે રેલવે સ્ટેશનની અફરા તફરીમાં.દીકરી પોતાની માતાથી વિખુટી પડી ગઈ હતી અને તેને પોતાની માતાને ઘણી શોધી પણ કોઈ જાણકારી ના મળતા તે રેલવે સ્ટેશન પર રડી રહી હતી.

તો એક ભલો માણસ દીકરીને તેના ઘરે લઈને ગયો અને ૨ -૩ દિવસ તેના ઘરે રાખી દીકરીને આશ્રમમા મુકી આવ્યો. ત્યાં દીકરી ભણવાની સાથે સાથે રહેવા લાગી આમને આમ વર્ષો વીતી ગયા.

જયારે દીકરી ૧૨ માં ધોરણમાં આવી ત્યારે તેનું આધારકાર્ડ બનાવવાની ફરજ પડી તો દીકરીએ જયારે તેની માટે પોતાની ફિંગરપ્રિન્ટ આપી તો જાણકારી મળી કે દીકરીનું આધારકાર્ડ તો પહેલાથી જ બની ગયું છે.

આવી જ જાણકારી મળવાની સાથે જ દીકરીના પરિવારની જાણ થઇ અને દીકરીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો. જયારે માતા પિતાને ખબર પડી કે તેમની દીકરી મળી ગઈ છે. માતા પિતાની આંખો માંથી આંસુ આવી ગયા હતા.

વર્ષોથી ખોવાયેલી દીકરી મળી જતા આખા માતા દીકરીને જોઈને ખુબજ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આજે દીકરીના જીવનમાં વર્ષો પછી ખુશીઓ આવી ગઈ છે. દીકરી આજે ખુબજ ખુશીથી પોતાના પરિવાર સાથે રહે છે. એક આધારકાર્ડ કહેવાયેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું.