આતો હદ થઈ ગઈ,રસ્તાની વચ્ચોવચ મહિલા સાથે થયું આવું,વિડીયો જોઈને તમે પણ ચોકી જશો…. – GujjuKhabri

આતો હદ થઈ ગઈ,રસ્તાની વચ્ચોવચ મહિલા સાથે થયું આવું,વિડીયો જોઈને તમે પણ ચોકી જશો….

ઈન્ડિયન ટીવી સિરિયલોમાં ક્યારેક એવા સીન બતાવવામાં આવે છે કે તેને જોઈને દર્શક પોતાનું મગજ ખંજવાળવા લાગે છે.આજકાલ એક ટીવી શોની એવી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.જેને જોઈને દરેક જણ વિચારમાં પડી જશે અને કહેશે કે ભાઈ… આવું થયું તો કેવી રીતે થયું?

હાલમાં જે ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં જોવા મળે છે કે એક મહિલા સાથે અકસ્માત થયો છે અને તેની કેવી રીતે સારવાર કરવામાં આવી રહી છે.આવામાં બીજી મહિલા રોડ પર જ તે મહિલાની પ્લાસ્ટિક સર્જરી કરે છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો ઘાયલ મહિલાને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને રસ્તાની વચ્ચે સુવડાવી દે છે.પાંચ-છ લોકો મહિલાને ઘેરીને ઉભા છે.ત્યારબાદ એક મહિલા પ્લાસ્ટિક માસ્ક લઈને ઘાયલ મહિલાના ચહેરા પર લગાવે છે અને રસ્તા પર જ પ્લાસ્ટિક સર્જરી કરવા લાગે છે.

આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ જાતની તીયારી અને કોઈ ડૉક્ટર વિના આ મહિલા રોડ પર જ પ્લાસ્ટિક સર્જરી કરવા લાગે છે.આનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે આ સર્જરી પછી થોડી જ ક્ષણો પહેલા જે મહિલાને ઈજા થઈ હતી અને તે બેભાન થઈ ગઈ હતી.તે ઊભી થઈ અને સ્વસ્થ થઈ ગઈ.આ જોઈને ત્યાં ઊભેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

તમને જણાવીએ કે સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને લોકો ખૂબ જ મસ્તી-મજાક કરી રહ્યા છે.વાસ્તવમાં આ ક્લિપ તમિલ ટીવી શો ‘રોઝા’ની છે.આ શો ઘણો જૂનો છે.પરંતુ તેની એક વીડિયો ક્લિપ હવે ખૂબ વાયરલ થઈ રહી છે.