આણંદ નવરાત્રીમાં ચાલુ ગરબે 21 વર્ષનો યુવક ઢળી પડ્યો,જોયું તો મોતને ભેટી ગયો હતો,જુઓ વિડીયો – GujjuKhabri

આણંદ નવરાત્રીમાં ચાલુ ગરબે 21 વર્ષનો યુવક ઢળી પડ્યો,જોયું તો મોતને ભેટી ગયો હતો,જુઓ વિડીયો

નવ દિવસની નવરાત્રી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક ગણવામાં આવે છે.ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દરેક જગ્યાએ ગરબા રમવામાં આવે છે.ખેલૈયાઓ બે વર્ષ બાદ મનભરીને ગરબે ઘૂમી રહ્યા છે.જો કે આ દરમિયાન એક ચોંકાવનાર સમાચાર પણ સામે આવ્યા છે.કહેવાય છે ને જીવનનો ભરોસો જ ક્યાં?આ દરમિયાન આણંદના તારાપુરમાં ગરબા દરમિયાન લાઈવ મૃત્યુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નવરાત્રીના તહેવારને લઈને આણંદના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એક યુવક ગરબા રમતા રમતા અચાનક જ ઢળી પડ્યો હતો.સ્થાનિક લોકો યુવકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ પોહચ્યા હતા.જો કે યુવાનનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

ગરબા રમતા રમતા યુવકના મોતથી આયોજકોથી લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સુત્રો મુજબ યુવકનું નામ વિરેન્દ્રસિંહ રાજપૂત છે.યુવકના મોતથી પરિવાજનોમાં ઘેરો શોક પ્રસર્યો છે.સાથે સાથે તમને એ પણ જણાવીએ કે અગાઉ પણ રાજકોટના વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા 52 વર્ષના પ્રવીણભાઇ દેથરિયા ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ઢળી પડતા બાદ તેમનું મોત નીપજ્યુ હતુ.