આણંદમાં પિતાના મૃત્યુ પછી તેમની બે દીકરીઓએ પિતાના વોટર સપ્લાયનો ધંધો ચાલુ રાખીને માતાનો ટેકો બનીને પરિવારની જવાબદારી નિભાવી….
દેશમાં આપણે દીકરીઓને જોતા હોઈએ છીએ જે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પરિવારનું નામ પણ ગર્વથી રોશન કરતી હોય છે, ઘણી એવી પણ દીકરીઓ હોય છે જે આખા પરિવારની જવાબદારી ઉપાડીને પરિવારનો ટેકો પણ બનતી હોય છે. આજે આપણે તેવી જ બે દીકરીઓ વિષે વાત કરીશું.
આ બે દીકરીઓએ પિતાના અવસાન પછી જાતે જ પરિવારની બધી જવાબદારીઓ ઉપાડી લીધી હતી, આ બે દીકરીઓ આણંદની છે અને તેઓ જૂના મોગરી રોડ પર રહેતા અશોકભાઈની દીકરીઓ છે. અશોકભાઈ વર્ષો પહેલા વોટર સપ્લાયનો વ્યવસાય કરતા હતા અને તેમાંથી તેઓ ઘણી સારી કમાણી પણ કરતા હતા.
ત્યારબાદ વર્ષ ૨૦૨૦ માં અશોકભાઈને અચાનક જ હાર્ટઅટેક આવ્યો તો તેમનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ આખા પરિવારની અને બે દીકરીઓની બધી જ જવાબદારી માતા હંસાબેન પર આવી ગઈ હતી, તો આ બંને દીકરીઓ અને હંસાબેને તેમના પતિનો વ્યવસાય ચાલુ જ રહેવા દીધો હતો, પતિના મૃત્યુ પછી પણ હંસાબેને પોતાની હિંમત હારી ન હતી.
બંને દીકરીઓ મોહિનીબેન અને ભૂમિબેન પણ હિંમત હાર્યા વગર માતાનો સહારો બન્યા હતા, આજે બંને બહેનો અને માતા વોટર સપ્લાયનું કામ કરી રહ્યા હતા, હંસાબેન અને તેમની દીકરીઓએ પરિવારની બધી જ જવાબદારી ઉપાડીને આજે જાતે વોટર સપ્લાયનું કામ કરી રહ્યા હતા, તેમના જીવનમાં પ્લાન્ટમાં એક વખતે શોર્ટસર્કીટ થયું હતું.
તેના કારણે આગ લાગી ગઈ હતી, તો પણ બંને દીકરીઓએ હિંમત હાર્યા વગર માતાને હિંમત આપી અને ફરી એક વખત તેઓએ આ કામ ચાલુ કર્યું હતું, આજે બંને દીકરીઓ માતાનો ટેકો બનીને આખા પરિવારની જવાબદારી સંભાળી રહ્યા હતા, આજે આ દીકરીઓના કામને જોઈને બીજા ઘણા લોકો પ્રેરિત થયા હતા.