આણંદમાં પત્નીની જાણ બહાર પતિ છપાઈને બીજા લગ્ન કરી રહ્યો હતો ત્યાં જ પત્ની આવી જતા જે થયું એ… – GujjuKhabri

આણંદમાં પત્નીની જાણ બહાર પતિ છપાઈને બીજા લગ્ન કરી રહ્યો હતો ત્યાં જ પત્ની આવી જતા જે થયું એ…

પતિ અને પત્ની વચ્ચે એક અનોખો સબંધ હોય છે તેઓ એકબીજાની કાળજી લેતા હોય છે પતિ પત્નીનો સબંધ વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે.તેવું કહેવામાં આવે છે અને તે ભરોસાથી ટકી રહેલો પતિ અને પત્નીનો સબંધ સાત જન્મો સુધી ટકી રહેતો હોય છે.પરંતુ જયારે વિશ્વાસમાં દગો થાય ત્યારે સબંધમાં તિરાડ પડે છે ત્યારે આજે એક એવો જ ચોંકાવનારા કિસ્સાની વાત કરવાના છીએ.જ્યાં પહેલાથી જ પરણેલા યુવકની લગ્નની તૈયારી ચાલુ કરી દેવામાં આવી હતી,ત્યાં પહેલી પત્ની આવી હતી અને હોબારો કરવા લાગી હતી.

જેને કારણે લગ્ન મોકૂફ રાખ્યા હતા અને દુલ્હો ત્યાંથી ભાગી ગયો હતો.આ ઘટના આણંદ તાલુકાના પેટલાદ તાલુકાના નાર ગામે એક યુવકના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.તે ગામનો વતની પાર્થ પટેલ બાકરોલની યુવતી સાથે ૨૦૧૯ માં કાયદેસર લગ્ન કર્યા હતા.

પરંતુ અન્ય યુવતી સાથે તે લગ્ન કરવા માટે પહોંચ્યો હતો જ્યાં પાર્થ પટેલની પ્રથમ પત્ની સોનલ તેના પરિવારના સભ્યો સાથે પહોંચી હતી ત્યારે પાર્થ પટેલ પરણિત હોવાનો ભાંડો ફૂટ્યો હતો.જેના લીધે તેમના લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા.

જે ઘટનામાં સોનલના પરિવાર જનોએ રોપ જમાવ્યો હતો તેમજ પાર્થ પટેલે છૂટાછેડાના કોર્ટ નિર્ણય અંગે પીડાતાએ કોઈ કોર્ટ કાર્યવાહી થઈ નથી તેમ જણાવ્યું હતું અને પેટલાદની આ ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.