આણંદના આ યુવકે લાખોના પગારવાળી નોકરી છોડીને ચાલુ કરી હળદર અને આદુની ઓર્ગેનિક ખેતી અને તેમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. – GujjuKhabri

આણંદના આ યુવકે લાખોના પગારવાળી નોકરી છોડીને ચાલુ કરી હળદર અને આદુની ઓર્ગેનિક ખેતી અને તેમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

આપણે ઘણા યુવાનોને જોતા હોઈએ છીએ જે લાખોના પગારવાળી નોકરીઓ છોડીને ખેતી તરફ આગળ વધતા હોય છે અને તેમાંથી ઘણી સારી કમાણી કરતા હોય છે, આજે આપણે એક તેવા જ યુવક વિષે વાત કરીશું, આ યુવકનું નામ દેવેશ પટેલ હતું, દેવેશ નોકરીમાંથી લાખો રૂપિયાની કમાણી કરતો હતો તો પણ નોકરી છોડીને દેવેશએ ખેતી કરવાની શરૂ કરી હતી.

દેવેશ ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામનો વતની હતો, દેવેશએ ITમાં એન્જિનિયરિંગ અભ્યાસ કર્યો હતો, અભ્યાસ બાદ દેવેશને મહિને એક લાખ રૂપિયાના પગારવાળી નોકરી મળી હતી પરંતુ દેવેશને નોકરી કરતાં ઓર્ગેનિક ખેતી કરવામાં ખુબ જ વધારે રસ હતો, તેથી દેવેશે નોકરી છોડીને હળદર, આદુ, લીંબુ અને શાકભાજીની ખેતી કરવાની શરૂ કરી હતી.

દેવેશએ જે ખેતી કરી હતી તેનું વેચાણ ભારતની સાથે સાથે અમેરિકા, જર્મની અને ફ્રાન્સમાં પણ કરતો હતો, દેવેશ આ ખેતીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરતો હતો, દેવેશને આ ખેતી કરવાની શરૂ કરી તે સમયે શરૂઆતના સમયમાં પણ દેવેશને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો, દેવેશએ ચાર વર્ષ પહેલા જૈવિક ખેતી કરવાની શરૂ કરી હતી.

ત્યારબાદ આજે સાત એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરીને તેમાંથી ઘણી સારી કમાણી કરી રહ્યો હતો, દેવેશએ ઓર્ગેનિક હળદર પણ બનાવી હતી તેને તમે દૂધમાં મિક્સ કરીને પીશો તો તમારા શરીરમાં થતી અનેક પ્રકારની બીમારીઓ દૂર થઇ જશે, હાલમાં દેવેશ પાસે ૩૫ વીઘા જમીન છે તેમાંથી દસ વીઘા જમીનમાં જૈવિક ખેતી કરીને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.