આજે આ વ્યક્તિ સુરતમાં બ્રિજ નીચે બેસીને તેમના દિવસો પસાર કરે છે જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો પાણી પીને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે…. – GujjuKhabri

આજે આ વ્યક્તિ સુરતમાં બ્રિજ નીચે બેસીને તેમના દિવસો પસાર કરે છે જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો પાણી પીને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે….

રોજે રોજ આપણને ઘણા એવા લોકો જોવા મળે જેઓ હંમેશા દિવસ રાત મહેનત કરતા હોય છે અને તેમ છતાં તેમને એક સમયનું ખાવા માટે પણ ફાંફા પડતા હોય છે. આ દુનિયામાં બધા જ લોકોને સુખ અને દુઃખમાંથી પસાર થવું જ પડતું હોય છે અને આ સફરમાંથી પસાર થયા પછી આગળ વધતા હોય છે.

આજે આપણે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓ રસ્તા પર બેસીને તેમના દિવસો પસાર કરે છે.આ વ્યક્તિનું નામ ભાલુભાઈ છે અને તેઓ એક બ્રિજ નીચે રહે છે અને તેમના દિવસો પસાર કરે છે. અહીંયા બેસીને તેમને જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો ભૂખ્યા રહીને તેમના દિવસો પસાર કરે છે,

તેમને તેમના પરિવાર વિષે કે બીજી કોઈ ખબર જ નથી. રસ્તા પર સુઈ રહે છે અને તેમના દિવસો કાઢવા મજબુર બન્યા છે.ભાલુભાઈ મૂળ કેવડિયા નજીક ગંભીરપુરા ગામના છે અને તેઓ છેલ્લા બે મહિનાથી તેમના ઘરેથી નીકળી ગયા છે. તે

ઓ ફરતા ફરતા સુરત આવી ગયા છે અને અહીંયા એક બ્રિજ નીચે રહીને સુઈ રહે છે અને જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો તેમના દિવસો ભૂખ્યા રહીને પસાર કરે છે. તેમને બીજું કઈ યાદ જ નથી.

તેઓને માનસિક તકલીફ થઇ તો તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને તેમના પરિવારમાં તેમના પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાં દીકરીઓના લગ્ન પણ થઇ ગયા છે. તેઓ પહેલા કામ મજૂરી કામ પર જતા હતા અને ડેમ સાઈટ પર કામ કરતા હતા. આજે તેઓ આમ એકલા રહીને તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે.આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦.