આજે આ મહિલા ડોક્ટર ફક્ત ૧૦ રૂપિયા જેટલી નજીવી ફી લઈને તેમની ત્યાં આવતા દરેક લોકોની સારવાર કરી માનવતા મહેકાવી રહયા છે…
દુનિયામાં ડોક્ટરને બીજા ભગવાન માનવામાં આવે છે કેમ કે જયારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે કે તરત જ ડોક્ટર પાસે જતા હોય છે અને આપણા ડોકટરો ગમે તેવી મોટી બીમારીમાંથી બચાવીને લોકોને નવું જીવનદાન આપતા હોય છે.
આપણે ઘણા એવા કિસ્સાઓ વિષે જાણતા જ હોઈશું. ઘણા એવા ડોકટરો વિષે પણ આપણે જાણતા જ હોઈશું જેઓ મફતમાં લોકોની સેવા કરતા હોય છે.આજે એક એવા જ મહિલા ડોક્ટર વિષે જાણીએ જેઓ ૧૦ રૂપિયાની નજીવી ફી માં દર્દીઓની ગમે તેવી સારવાર કરીને માનવતા બતાવી રહ્યા છે.
આજે ઘણા એવા બીમાર લોકોની પાસે પૈસા નથી હોતા એટલે મોટા દવાખાને નથી જઈ શકતા એટલે તેમને ઘણી મોટી સમસ્યા થઇ શકે છે. આમ આ બધું જોઈને આ ડોક્ટરે ખાલી ૧૦ રૂપિયાના નજીવી ફીમાં લોકોની સારવાર ચાલુ કરી છે.
આજે આપણને MBBS ડોક્ટર નુરી પરવીન જેઓ આંધ્રપ્રદેશના કુડપ્પાકસ્બામાં ખાલી દસ રૂપિયા નજીવી ફી લઈને લોકોની બીમારીની સારવાર કરી રહ્યા છે. તેઓએ ખાનગી કોલેજમાંથી MBBS નો અભ્યાસ કરેલો છે અને પછી તેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની પણ સારવાર કરી રહ્યા છે.
તેઓએ એક ક્લિનિક ખોલ્યું છે અને તેમાં બધા જ લોકોની સારવાર કરી રહ્યા છે.તેઓની એક જ ઈચ્છા છે કે મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ ચાલુ કરે અને બધા જ લોકોની ત્યાં પણ ૧૦ રૂપિયામાં લોકોની સારવાર કરે.
સાથે જ કોરોનાના સમયમાં નુરીએ પણ તેમની ક્લિનિક બંધ નહતી રાખી અને લોકોને કોરોનાથી બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું હતું આમ મોટી સેવા કરીને આજે ડોક્ટર નુરી માનવતા મહેકાવી રહ્યા છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.