આજે આ કિન્નર ૬૫ જેટલા નિરાધાર માતા પિતાને પોતાના ઘરમાં આશરો આપીને તેમની દીકરી બની સેવા કરી રહી છે. – GujjuKhabri

આજે આ કિન્નર ૬૫ જેટલા નિરાધાર માતા પિતાને પોતાના ઘરમાં આશરો આપીને તેમની દીકરી બની સેવા કરી રહી છે.

આજે ઘણા એવા બાળકો હોય છે કે જેમને જયારે તેમના માતા પિતા વૃદ્ધ થઇ જાય છે. ત્યારે તે બોજ લાગવા લાગે છે અને ઘડપણમાં તેમનો સાથ છોડી દે છે. પણ આજે અમે તમે એક એવા કિન્નર વિષે જણાવીશું કે જે આજે બેસહારા અને નિરાધાર માતા પિતાની દીકરી બનીને તેમની સેવા કરી રહી છે.

આ કિન્નરનું નામ નક્ષત્ર છે. જયારે નક્ષત્રના માતા પિતાને ખબર પડી કે.તેમનો દીકરો એક કિન્નર છે. તો તેમને તેમનો સાથ છોડી દીધો અને ઘરેથી નીકળી જવા માટે કહ્યું. નક્ષત્ર પાસે બીજો કોઈ રસ્તો ન હોવાના કારણે તે ઘરેથી બહાર નીકળી ગયો અને ફરી ફરીને ભીખ માંગવા લાગ્યો અને ભીખ માંગીને પોતાનું પેટ ભરવા લાગ્યો.

પણ પછી તે કિન્નર કમ્યુનિટી પાસે જતા રહ્યા.ત્યાં જઈને તેમનું જીવન બદલાઈ ગયું અને તેમને ત્યાં પોતાની એન્જીનીયર સુધીનો અભ્યાસ પૂરો કર્યો. અને તે સારું એવું જીવન જીવવા લાગ્યા. જયારે તે લોકોને રસ્તા પર ભીખ માંગતા જોતા ત્યારે નક્ષત્રને પોતાના જુના દિવસો યાદ આવી જતા હતા.

ત્યારે તેમને નક્કી કર્યું કે તે આવા લોકોનું જીવન બદલી નાખશે.ત્યારે નક્ષત્રએ પોતાના મિત્ર સાથે મળીને ૨૦૧૯ માં એક સંસ્થાની શરૂઆત કરી અને તેમાં તે એવા લોકોને સહારો આપતા કે જેમનો સાથ પરિવારે છોડી દીધો હોય.

આજે તેવા લોકોને પોતાની સંસ્થામાં સહારો આપીને તેમનું જીવન બદલી રહયા છે. આજે નક્ષત્ર ૬૫ બેસહારા લોકોને આશરો આપીને તેમની સેવા કરી રહી છે. આજે પોતાના પણ આટલું નથી કરતા.