આખો પરિવાર રાખડી બાંધીને ઘરે પરત આવી રહ્યો હતો અને અચાનક જ રસ્તામાં થયું એવું કે પતિની આંખો સામે જ હંમેશા માટે પત્ની દુનિયાને અલવિદા કહી ગઈ.

રોજબરોજ ઘણી અવનવી ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે વિપુલભાઈ મિસ્ત્રીનો આખો પરિવાર માર્ગ અકસ્માતમાં વિખેરાઈ ગયો હતો, વિપુલભાઈનો પરિવાર રક્ષાબંધનના દિવસે તેમના ભાઈને રાખડી બાંધીને ઘરે પરત આવી રહ્યા હતા.

જે સમયે આ પરિવારના લોકો આણંદના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે પહોંચ્યા તે સમયે અચાનક જ રસ્તામાં પોતાની કારથી રિક્ષા અને બાઇકને ટક્કર થઇ ગઈ તો ઘટનાસ્થળે જ અકસ્માત સર્જાઈ ગયું હતું, આ અકસ્માતમાં વિપુલભાઈ મિસ્ત્રીનાં પત્ની વીણાબેન, દીકરીઓ જાનવી અને જિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા.

વીણાબેન તેમના ભાઈને રાખડી બાંધીને બે દીકરીઓ સાથે ઘરે પરત આવી રહ્યા હતા અને અચાનક જ આ અકસ્માત સર્જાઈ જતા આખા પરિવારમાં દુઃખના પહાડો તૂટી પડ્યા હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ અકસ્માતમાં વિપુલભાઈના આખા પરિવારનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.

વિપુલભાઈના પરિવારમાં એક સાથે ત્રણ-ત્રણ લોકોની અંતિમ યાત્રા નીકળી તો તે દ્રશ્યો જોઈને આખું સોજીત્રા ગામ હિબકે ચડ્યું હતું અને હાજર બધા લોકોની આંખો પાણીથી ભરાઈ ગઈ હતી, ત્યારબાદ વિપુલભાઈ મિસ્ત્રી એ જણાવતા કહ્યું હતું કે મારે બે દીકરીઓ જાનવી

અને જિયા જ હતી અને મારે દીકરો ન હતો, તેથી મોટી દીકરીને IELTSના ક્લાસ કરીને વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલવાની હતી પણ આ અકસ્માત સર્જાતા આખો પરિવાર વિખેરાઈ ગયો હતો.

Similar Posts