અહી ઝૂંપડપટ્ટીના અને ગરીબ બાળકો પાસે કરાવ્યુ આ મોટી નાસ્તાની દુકાનનું ઉદ્ઘાટન,લોકો ખૂબ જ કર્યા વખાણ…. – GujjuKhabri

અહી ઝૂંપડપટ્ટીના અને ગરીબ બાળકો પાસે કરાવ્યુ આ મોટી નાસ્તાની દુકાનનું ઉદ્ઘાટન,લોકો ખૂબ જ કર્યા વખાણ….

સોશિયલ મીડિયામાં મોટી અને સારી જાહેરાતને લઈને લોકો નવી દુકાન,શોરૂમ,હોટલનું ઉદઘાટન માટે મોટી હસ્તી કે પછી મંત્રીઓને બોલાવતા હોય છે.પરંતુ એક વ્યક્તિએ આ બધાથી વિપરિત બોટાદના પ્રજાપતિ યુવાને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ક્રિષ્ના ફાસ્ટફૂડની પોતાની નવી દુકાનનું ઉદ્ઘાટન ઝૂંપડપટ્ટીના બાળકોના હસ્તે કરાવ્યું છે.

વિગતવાર જણાવીએ તો બોટાદ શહેરમા રહેતા પ્રજાપતિ ભરતભાઈએ ફાસ્ટફૂડની દુકાન ખોલવાનું નક્કી કર્યું હતું.જેને લઈને તેમણે દુકાન બનાવી તેનું ઉદ્ઘાટન ગરીબ ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોના હસ્તે કરાવ્યું હતું.સામન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ગરીબ બાળકો જે માંગવા આવતા હોય તો પણ લોકો તેને દૂર કરી દેતા હોય છે.

આવામાં આવા બાળકોના હસ્તે આ વેપારીએ પોતાના નવા ઔદ્યોગિત સાહસની શરૂઆત કરાવી છે.એટલું જ નહીં ભરતભાઈએ ઉદઘાટન સાથે આ ગરીબ બાળકોને મફતમાં મનમુકીને નાસ્તા-પાણી પણ કરાવ્યાં હતા.ત્યારે સમગ્ર વિસ્તારમાં તેમની વાહ વાહ થઇ રહી છે.કારણ કે આ દ્રશ્ય લોકો વચ્ચે પ્રેરણાદાયી સાબિત થયું છે.