અલ્પા પટેલના ચોરી મંડપમાં જયારે ફેરા ચાલતા હતા એ સમયે ડાયરા કિંગ એવા કિર્તીદાન ગઢવીએ તેરી લાડલી ગીત ગાયું તો ત્યાં હાજર બધા જ મહેમાનોની આંખો ભરાઈ આવી… – GujjuKhabri

અલ્પા પટેલના ચોરી મંડપમાં જયારે ફેરા ચાલતા હતા એ સમયે ડાયરા કિંગ એવા કિર્તીદાન ગઢવીએ તેરી લાડલી ગીત ગાયું તો ત્યાં હાજર બધા જ મહેમાનોની આંખો ભરાઈ આવી…

ગુજરાતના પ્રખ્યાત સિંગર અલ્પા પટેલના હાલમાં ૧ ફેબ્રુઆરીએ લગ્ન થયા છે, જે લગ્ન રજવાડી સ્ટાઇલ અને ધામધૂમથી કરવામાં આવ્યા હતા. સિંગર અલ્પા પટેલે મઢેલું અને સુનદર પાનેતર પહેર્યું હતું એ જ સમયે તેમના પતિ ઉદય ગજેરાએ પણ આંખોમાં પહેલી જ નજરે ચડી જાય એવી શેરવાની પહેરી હતી.

આ લગ્ન મહેંદીની રસમથી લઈને વિદાયની વિધિ સુધી ત્રણ દિવસ ચાલ્યા હતા.આ લગ્નમાં આપણા ગુજરાતના ફેમસ અને સુપર સ્ટાર કલાકારોએ પણ હાજરી આપી હતી, જેમાં સાઈરામ દવે, જુગણેશ કવિરાજ, રાજભા ગઢવી, દેવાયત ખવડ, કિર્તીદાન ગઢવી હાજર હતા.

તેઓએ હાજરી આપીને આ લગ્નની શોભા વધાવી દીધી હતી. અલ્પા પટેલના અમરેલીના મુંજીયાસર ગામમાં લગ્ન થયા એ સમયે બધા જ લોકો ત્યાં હાજર હતા.અલ્પા પટેલના લગ્નની જે સમયે વિધિ ચાલુ હતી ત્યારે આપણા લોકડાયરાના કિંગ એવા કિર્તીદાન ગઢવીએ તેમના સૂરમાં તેરી લાડકી ગીત ગયું હતું અને તે ગીત ગતાની સાથે જ બધા જ મહેમાનનો ભાવુક થઇ ગયા હતા.

અલ્પા પટેલ પણ આ ગીત સાંભળીને ભાવુક થયા હતા અને તેમના પરિવારના બધા જ લોકો પણ ભાવુક થઇ ગયા હતા.જયારે આ સિંગર અલ્પા પટેલને પરણવા વરરાજા ઉદય ગજેરા જાણ લઈને માંડવે પહોંચ્યા તો તેમનું પણ વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સ્વાગત એવી રીતે કરવામાં આવ્યું હતું કે બધા જ જાનૈયાઓ ખુશ થઇ ગયા હતા અને નોટોનો વરસાદ પણ થયો હતો. વરરાજાએ અને અલ્પા પટેલે પહેલા ગરબા પણ ગયા હતા અને પછી બધા જ હાજર સબંધીઓ બંનેની જોડીને જોઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા.