અમેરિકામાં ના લાગ્યું દિલ તો 7 વર્ષ પછી ભારત આવીને ચાલુ કર્યો તબેલો, આજે મહિને લાખો કમાઈ રહી છે. આ દીકરી અને કહે છે કે આ કામમાં જેવો સંતોષ મળે છે એવો તો અમેરિકામાં પણ નહતો મળતો.
આજ કાલના યુવાનોમાં વધારે એવું ચલણ હોય છે કે ભણી ગણીને વિદેશ જતા રહીએ તો આપણું ભવિષ્ય સેટ.આજ કાલના બધા યુવાનો આવું જ વિચારતા હોય છે. પણ બધા લોકો એવા નથી હોતા અમુક એવા લોકો પણ હોય છે.
કે જેમને પોતાના દેશથી ખુબજ પ્રેમ હોય છે. આજે અમે તમને એક એવી જ છોકરી વિષે જણાવીશું જે 7 વર્ષ અમેરિકામાં રહ્યા છતાં તેનું દિલ ના માન્યું તો અમેરિકાની એશો આરામ છોડીને ભારત પાછી આવી ગઈ.
7 વર્ષ સુધી અમેરિકામા રહેવાવાળી વૈષ્ણવી આજે દેશી ગાયોને ઉછેરી રહી છે એ પણ 1 કે 2 ગાયો નહિ પણ 150 દેશી ગાયોને ઉછેળી રહી છે અને પોતાનું ડેરી ફાર્મ ચલાવે છે. વૈષ્ણવી એક ગોલ્ફ ખેલાડી છે.
જે છેલ્લા 16 વર્ષથી ગોલ્ફ રમતી હતી. આ સમયે તેમને ઘણા કરોડપતિઓને મળવાનું અને તેમની સાથે રહેવાનો મોકો મળ્યો. દુનિયા ફરવાનો મોકો મળ્યો પછી અમેરિકામાં જ સેટલ થવાનું નક્કી કર્યું પણ વૈષ્ણવીનું કહેવું છે કે આટલો બધો એશો આરામ હોય છતાં મારા હ્રદયમાં સંતોષ ન હતો.
વૈષ્ણવીએ મનની શાંતિ અને હ્રદયના સંતોષ માટે ભારત પાછું આવવાનું નક્કી કર્યું અને ભારત આવી ને દેશી ગાયો તો તબેલો શરૂ કરવાનો નક્કી કર્યો. પોતાના પરિવાર અને મિત્રોની મદદથી આજે વૈષ્ણવી પાસે 150 દેશી ગાયો છે.
વૈષ્ણવી કહે છે આટલો સંતોષ મને અમેરિકામાં પણ નહતો મળ્યો જેટલો હું જયારે ખેડૂતોના ઘરે ગાયો શોધવામાં અને તેમની સાથે રહેવામાં મળે છે. વૈષ્ણવીનું કહેવું છે કે હવે જમાનો બદલાઈ રહ્યો છે એટલે તમને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્રમાં કામ કરો. લોકો ને જે કહેવું હોય એ કહે.