અમેરિકામાં જન્મેલા અને માતા પિતા ત્યાં ડોકટર હતા એવા યુવકે જાહોજલાલી છોડી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત બની ગયો… – GujjuKhabri

અમેરિકામાં જન્મેલા અને માતા પિતા ત્યાં ડોકટર હતા એવા યુવકે જાહોજલાલી છોડી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત બની ગયો…

આજે મોટા ભાગના યુવાનો અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સેટલ થવાના સપના જોવે છે, ઘણા લોકો તેની માટે પ્રયાસો પણ કરતા હોય છે કારણ કે ત્યાં સારા પગારની નોકરી મળે અને સારું એવું વૈભવી જીવન પણ જીવવા માટે મળે છે.

માટે લોકો વિદેશોની મોહમાયા જોઈને ત્યાં જવાના સપના જોતા હોય છે. પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે.જે અમેરિકા જેવા દેશમાં જન્મ્યો હતો અને તેની જાહોજલાલી છોડીને તે સંત બની ગયો. આ યુવકનું નામ રોમેશ ભગત છે અને તેમના માતા પિતા અમેરિકામાં સ્થાઈ થયા હતા.

તે ત્યાં ડોકટર છે. રોમેશનો જન્મ પણ અમેરિકામાં જ થયો હતો. પણ બાળપણથી તેમને ભકતીમાં ખુબજ રસ હતો. અમેરિકામાં જયારે સંતો આવતા ત્યારે.તે તેમની સાથે વિચરણ કરતા અને વિચરણ કરતા કરતા તેમને મનમ ગાંઠ વાળી લીધી કે તેને સંતો જેવું જ જીવન જીવવું છે.

તે દર રવિવારે મંદિરમાં જતા અને સ્વામિનારાયણ ભગવાનની ભકતી કરતા. એક વારા તેવો પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવામાં માટે સાળંગપુર આવ્યા હતા. ત્યાં તે બે અઠવાડિયા જેટલું રહયા હતા. એ સમયે સંતો સાથે જે મુલાકાત થઇ હતી.

તેને જોઈને તેમને નક્કી કરી લીધું હતું કે તે હવે આવું જ જીવન જીવશે અને પછી પરિવારને આ વાત જણાવી અને પરિવાર પણ દીકરાની ખુશી માટે તેને સંત બનવા માટે રજા આવી દીધી તો રોમેશ બધું જ છોડી સાળંગપુર આવી ગયો અને ત્યાં ૩ વર્ષની પાર્ષદ ટ્રેનિંગ પુરી કરીને દીક્ષા લઇ લીધી. આજે તે બધાની માટે એક અલગ પ્રેરણા બન્યા છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.