અમરેલીનો આ યુવક ધોરણ 12માં નાપાસ થયો,પિતાએ વ્યાજે પૈસા લાવીને ભણાવ્યો હતો,તો પણ માતા-પિતાએ કહ્યું ચિંતા ના કર દીકરા,પછી દીકરાએ જે કર્યું તે…. – GujjuKhabri

અમરેલીનો આ યુવક ધોરણ 12માં નાપાસ થયો,પિતાએ વ્યાજે પૈસા લાવીને ભણાવ્યો હતો,તો પણ માતા-પિતાએ કહ્યું ચિંતા ના કર દીકરા,પછી દીકરાએ જે કર્યું તે….

આજના યુગમાં ભણતરનું ખુબ જ મહત્વ છે.કહેવાય છે ને ભણ્યો એ ગણ્યો.પરંતુ સામે કેટલાક એવા પણ છે જે ભણવામાં બિલકુલ રસ દાખવતા નથી.જેના કારણે તેઓ નાપાસ થાય છે અને આખરે મજુરી અથવા નાની મોટી નોકરી કરતા થઈ જાય છે.અત્યારે એક યુવકની કહાની લોકોને પ્રેરણા આપે એવી છે.અમરેલીમાં આંકડિયા ગામમાં રહેતા કનુભાઈએ વ્યાજે રૂપિયા લઇ દીકરાને ભણાવવા રાજકોટની એક સ્કૂલમાં બેસાડ્યો હતો.

પરંતુ તેમનો દીકરો હાર્દિક ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયો.તેને ભૌતિક વિજ્ઞાનમાં માત્ર 17 માર્ક્સ જ આવ્યા હતા.બાકીના વિષયોમાં પણ એવું જ હતું.આમ તો સ્વાભાવિક છે કે પિતાએ વ્યાજે પૈસા લીધા હોય અને દીકરો નાપાસ થાય તો પિતાને ગુસ્સો આવે જ પરંતુ કનુભાઈએ દિકરાની હિંમત વધારી.તેનું મન દુભાય તેવું કશું કહ્યું નહિ.ફક્ત તેમણે એટલું જ કહ્યું કે ‘બેટા, ચિંતા ન કર.

મહિના પછી ફરીથી પરીક્ષા આવશે.તું એક જ વિષયમાં નાપાસ છે એટલે તૈયારી કર અને પરીક્ષા પાસ કર અને હાર્દિકે પરીક્ષા આપી અને તે પાસ થયો.હાર્દિકે બાદમાં બી.એસ.સી. શરુ કર્યું અને કેમેસ્ટ્રી વિષય રાખ્યો.અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં હોવાથી હાર્દિકને બહુ ઓછી ખબર પડતી એથી પહેલા બે સેમીસ્ટરમાં કેટલાક વિષયોમાં નાપાસ થયો.દીકરાનું આવું પરિણામ જોયા બાદ પિતાએ હાર્દિકને બોલાવ્યો અને કહ્યુ.

જો ભણવામાં મન ન લાગતું હોય તો ખેતી સંભાળી લે.હાર્દિકે ભણવાનું છોડી ખેતી સંભાળવાનું શરુ કર્યું.પરંતુ થોડા જ દિવસોમાં હાર્દિકને ભાન થઈ ગયું કે આ કાળી મજૂરી કરવા કરતા ભણવું વધુ સારું છે.જે બાદ હાર્દિકે ખુબ મન લગાવીને ભણવાનું શરુ કર્યું અને સારા માર્ક્સ સાથે બી.એસ.સી. પૂર્ણ કર્યું.આ અભ્યાસ બાદ હાર્દિકે એમ.એસ.સી. કરવા વિદ્યાનગરમાં જઈ ડીસસ્ટીંગશન સાથે પૂરું કર્યું.

ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પી.એચ.ડી. કરવા માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરીને પી.એચ.ડી.નો અભ્યાસ શરુ કર્યો.પી.એચ.ડી.નાં અભ્યાસ દરમિયાન જ સરકારી કંપની ઓ.એન.જી.સી.માં સારા પગારની નોકરી મળી ગઈ. નોકરીની સાથે સાથે તેણે અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. જો કે, તેણે થોડા દિવસો પહેલા જ પી.એચ.ડી. પણ પૂર્ણ કર્યું.