અમરેલીના દરિયા કિનારે બિરાજમાન છે સાક્ષાત ચાચુડેશ્વર મહાદેવ કે જેમનો અભિષેક કરવાથી જનમ જનમના દુઃખ દૂર થાય છે.
અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેનાથી બધા જ શિવ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજે અમે તમને ગુજરાતમાં આવેલા એક એવા શિવ મંદિર વિષે જણાવીશું કે જેનો મહિમા ખુબજ અનેરો છે.ભગવાન શિવનું આ મંદિર અમરેલીના દરિયા કિનારે આવેલું છે. આ મંદિરને ચાચુડેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.ચાચુડેશ્વર મહાદેવનું મંદિર ૧૨૩૮ વર્ષ જૂનું છે. આ મંદિર સાથે ભકતોની પરમ આસ્થા જોડાયેલી છે.
માટે તે ભકતો દૂર દૂરથી આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. આ મંદિર પૌરાણિક હોવાથી સાથે સાથે ચમત્કારિક પણ છે. કારણ કે અહીં માંગવામાં આવતી દરેક મનોકામના ચાચુડેશ્વર મહાદેવ પુરી કરી છે. લોકો અહીં નોકરી, સંતાન અને વિદેશ જવા જેવી માનતાઓ મને છે.
માનવામાં આવે છે કે આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પણ જળ અભિષેક કરવાથી ભકતોના દુઃખ દૂર થાય છે અને એ સમયે જો આપણે કોઈ મનોકામના માંગીએ છીએ તો તે મનોકામના જરૂરથી પુરી થાય છે. માટે જ તેમનો મહિમા ખુબજ અપરંપાર છે. આજુ બાજુના જિલ્લામાંથી પણ ભકતો અહીં મહાદેવના દર્શન કરવા માટે આવે છે.
શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ભકતોની ખુબજ ભારે ભીડ જોવા મળે છે અને અલગ અલગ દિવસ અહીં ઘણા મેળાઓ ભરાય છે. જેમાં લોકો ખુબજ મન મૂકીને ભાગ લે છે. મંદિરમાં સ્થાપિત શિવલિંગના દર્શન કરવાથી એવી અનુભૂતિ થાય કે જેનાથી ભગવાન શિવ સાક્ષાત આ મંદિરમાં બિરાજમાન હોય.