અમરેલીના આ દંપતીએ ૨.૮૦ લાખ રૂપિયા ખર્ચીને તમામ સુવિધાઓથી સજ્જ તેમના સપનાનું એવું ઘર બનાવ્યું કે આજે તેમને સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે…. – GujjuKhabri

અમરેલીના આ દંપતીએ ૨.૮૦ લાખ રૂપિયા ખર્ચીને તમામ સુવિધાઓથી સજ્જ તેમના સપનાનું એવું ઘર બનાવ્યું કે આજે તેમને સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે….

બધા જ લોકોને તેમના જીવનમાં એક સપનાનું ઘર તો હોય જ છે અને તે ઘર જ્યાં સુધી તેમના જીવનમાં ના આવે ત્યાં સુધી બધા જ લોકો મહેનત કરતા હોય છે. આજે એક એવા જ પરિવાર વિષે જાણીએ જેઓએ તેમની માટે એવું મકાન બનાવ્યું છે જે આલીશાન છે.

આ પરિવાર અમરેલીનો છે અને તેઓએ બધી જ સુવિધાઓથી સજ્જ ઘર બનાવ્યું છે.આ પરિવારે ઇકો ફ્રેન્ડલી ઘર બનાવ્યું છે અને તેમાં તેઓ શાકભાજી પણ ઉગાડે છે, આ સાથે તેઓ તેમને ઘરનું લાઈટબીલ પણ શૂન્ય આવે છે.

આ ઘર શિક્ષણ વિભાગના અધિકારી કનુભાઈ કરકરે અને તેમના પત્ની પ્રોફેસર કૈલાશ કરકરે એ બનાવ્યું છે. તેઓએ આ ઘર બનાવતા નાની નાની બધી જ સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે અને તેઓએ આ ઘરમાં જ તેઓ શાકભાજી ઉગાડીને તેમના વપરાશ માટે લઇ શકે એવી સુવિધાઓ પણ કરી છે.

આ ઘર કનુભાઈએ વર્ષ ૨૦૦૦ માં બનાવવાનું ચાલુ કર્યું હતું અને તેમને આ ઘર બનાવવા માટે ૨.૮૦ લાખ રૂપિયા ખર્ચો થયો હતો. તેઓએ સૂર્યપ્રકાશ આવે છે અને સાંજના ૬ વાગ્યા સુધી વેન્ટિલેશન અને લાઈટની કોઈ પણ સમસ્યાઓ રહેતી નથી. આવી જ રીતે તેઓના ઘરમાં તેઓએ ૨૦ હજાર લીટરની પાણીની ટાંકી પણ બનાવી છે.

જેથી તેમને પાણીની સમસ્યા પણ નથી થઇ આમ તેમને આસપાસ કુદરતી વાતાવરણ મળી રહે છે. તેમને આ પાણીની સુવિધાથી આવનારા સમયમાં પાણીની સમસ્યા સામે કોઈ તકલીફ નહીં પડે. તેઓએ તેમનું ઘર બનાવવા માટે કોઈ પણ આર્કિટેકને લીધો નથી.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.