અમદાવાદમા સાસુના બીજા યુવક સાથે હતા સબંધો,યુવતીએ આ સબંધોના કારણે કંટાળીને ભર્યું આવું પગલું…. – GujjuKhabri

અમદાવાદમા સાસુના બીજા યુવક સાથે હતા સબંધો,યુવતીએ આ સબંધોના કારણે કંટાળીને ભર્યું આવું પગલું….

અનૈતિક સંબંધોના કારણે પતિ-પત્નીના સબંધોનો અંત આવતો હોય છે.પરંતુ અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાંથી એક અલગ જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અહી રહેતી એક પરણિતાએ સાસુના અન્ય એક યુવક સાથેના આડા સંબંધોથી કંટાળીને મોત વ્હાલું કર્યું છે.આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરકોટડા વિસ્તારમાં રહેતી અંજનાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.આત્મહત્યાની પાછળનું કારણ સાસુના એક યુવક સાથેના આડા સંબંધ છે.મૃતક અંજનાના લગ્ન 2016 માં અમદુપુરા ખાતે રહેતા નિલેશ નામના યુવક સાથે થયા હતા.લગ્ન બાદ બધું બરાબર ચાલતું હતું.લગ્નજીવન દરમિયાન અંજનાને એક દીકરો પણ જન્મ્યો હતો.

સમય જતા અંજનાને જાણ થઇ કે તેના સાસુના ભુપેન્દ્ર નામના વ્યક્તિ સાથે આડા સંબંધ છે.તમને જણાવીએ કે ભુપેન્દ્ર અવારનવાર ઘરે આવતો હોવાથી અંજનાને ગમતું ન હતું.સાસુને ભુપેન્દ્રને ઘરે નહીં બોલાવવા પર સમજાવતા તેની સાસુએ ઝઘડો કર્યો હતો.પછી તો શું હતું આ બાબતે અવારનવાર ઝઘડો થવા લાગ્યો.દરરોજ મૃતક અંજનાનો પતિ નોકરી પર જાય ત્યારે તેની સાસુ બોલાચાલી કરી હેરાન પરેશાન કરતી હતી.

મૃતક અંજનાએ રોજબરોજની લડાઈથી કંટાળીને સાસુના આડા સબંધ વિશે પતિ નીલેશને જાણ કરી હતી.પતિ નીલેશે ભુપેન્દ્રને ઘરે ન આવવાનો ઠપકો આપ્યો હતો.જેથી તે વાતનો ખાર રાખી સાસુ તેની વહુ અંજના સાથે બોલાચાલી કરી ત્રાસ આપતી હતી.15મી તારીખે પિયરમાંથી ફોન કરતા અંજનાની સાસુએ ફોન ઉપાડ્યો હતો અને અંજના બીમાર થઈ ગઈ છે જલ્દી અમદાવાદ આવો તેવું કહ્યું હતું.

બાદમાં અંજનાના ઘરની નજીક રહેતા કોઈ વ્યક્તિને પિયરના લોકોએ ફોન કરતા અંજનાના ઘરે મોકલ્યા હતા.ત્યારે અંજના તેના ઘરે પલંગ ઉપર મરણ હાલતમાં પડેલ હતા.ત્યારે પોલીસને જાણ કરતા સામે આવ્યું કે અંજના એ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો.તેથી અંજનાની અંતિમ વિધિ બાદ તેના ભાઈએ સાસુ અને સસરા સામે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.