અમદાવાદમા થાંભલામાં ઘૂસી ગયેલી બાઈકની હાલત જોઈ પબ્લિક ચોંકી ગઈ,ફીલ્મી સ્ટાઈલમાં બુલેટ પર ચડાવી કાર…. – GujjuKhabri

અમદાવાદમા થાંભલામાં ઘૂસી ગયેલી બાઈકની હાલત જોઈ પબ્લિક ચોંકી ગઈ,ફીલ્મી સ્ટાઈલમાં બુલેટ પર ચડાવી કાર….

દિવસે ને દિવસે હત્યા જેવા ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે કે.આરોપીઓ ખુલ્લેઆમ હવે કોઈ પણ ગુનાહિત કાર્ય કરતા ડરતા નથી.તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં ગેંગવોર જેવી ફિલ્મી ઘટના બની હતી.વસ્ત્રાલમાં 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં સમાધાન બાદ ત્રણ યુવકો બુલેટ પર પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ પોતાની કાર બુલેટ ઉપર ચડાવી દીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વટવા વિસ્તારમાં રહેતો મૌલિક જોશી તેમજ તેનો મિત્ર રાજન અને શુભમ પોતાના એક મિત્રની જન્મદિવસની પાર્ટીમાં વસ્ત્રાલમાં આવેલા એક ફ્લેટ પર ગયા હતા, જન્મદિવસની ઉજવણી કરીને ત્રણેય મિત્રો બુલેટ લઈને પરત ફરી રહ્યા હતા.તે સમયે એક ગાડીમાં સંગ્રામ તેમજ શિવમ ઉર્ફે કાકુ નામના બે જણા અચાનક કાર લઈને આવી પહોંચ્યા હતા અને બુલેટને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધી હતી.

જેમાં મૌલિક જોશી નીચે પટકાતા કારચાલકે તેમના પર ફરી રિવર્સ કરીને કાર ચડાવી દીધી હતી. જેથી મૌલિક જોશીનું મોત થયું હતું.તેમજ રાજન અને શુભમને ઇજાઓ થઈ હતી.રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા સ્થળ પર પહોંચેલી પોલીસને ત્યાંથી એક જીવતો કારતુસ મળી આવ્યો હતો.જેથી આ ઘટના સમયે આરોપીઓ પાસે હથિયાર હોવાની પોલીસને આશંકા હતી.

સંગ્રામ અને શિવમ ઉર્ફે કાકો દ્વારા ફાયરિંગની કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, મૃતકના શરીરે કોઈપણ ગોળી વાગી ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.હત્યાને અંજામ આપનાર સંગ્રામ પણ પૂર્વ વિસ્તારમાં કોઈ ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુના લોકોની પૂછપરછ કરી આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.