અમદાવાદમાં શેઠે કારખાનામાં મજૂરી કરતા મજુરનો એવો વડીયો ઉતાર્યો કે મજૂરી કરતો યુવક આખરે પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબુર બની ગયો…. – GujjuKhabri

અમદાવાદમાં શેઠે કારખાનામાં મજૂરી કરતા મજુરનો એવો વડીયો ઉતાર્યો કે મજૂરી કરતો યુવક આખરે પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબુર બની ગયો….

આજે જમાનો ખુબજ ખરાબ છે. લોકો કયારે પોતાનો ફાયદો ઉઠાવી જાય તેનું કઈ નક્કી નથી હોતું. અમુકવાર કરેલો દગો કોઈનો જીવ પણ લઇ શકે છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. ગોવિંદભાઈ પોતાના પરિવાર સાથે ગોમતીપુર વિસ્તારમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે.

તે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.ગોવિંદ ભાઈ ભરત ભાઈ નામના યુવકના લાકડાની મિલમાં કામ કરતા હતા. ત્રણ વર્ષ તેમની સાથે કામ કર્યું. પછી અમુક અમુક જગ્યાએ લાકડાનો જૂનો માલ લેવા માટે મોકલતા હતા.

એક દિવસ ભરત ભાઈએ ગોવિંદ ભાઈને માલ લેવા માટે મોકલ્યા અને એ સમયે ભરત ભાઈએ ગોવિંદભાઇનો વિડીયો ઉતારી દીધો અને તેમને બોલાવીને કહેવા લાગ્યા કે.તે આ લાકડાનો ચોરી કરી છે. એમ કરીને માનસિક રીતે ત્રાસ આપતા હતા.

તે દરરોજ ગોવિંદ ભાઈને કહેતા કે આ વિડીયો બતાવીને તેમને બદનામ કરશે. તેનાથી ગોવિંદ ભાઈ ખુબજ હતાશ રહેતા હતા. તેમને ત્યાં કામ છોડી દીધું અને ડુંગરીઓ વેચવનું શરૂ કર્યું તો પણ તે લોકોએ તેમનો શારના છોડ્યો. આખરે સમાજમાં પણ તેમની ખુબજ ચર્ચા થઇ રહી હતી.

ભરત ભાઈ દ્વારા તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો. ચોરીના ખોટા આક્ષેપના લીધે ગીવીંદ ભાઈ ખુબજ કંટાળી ગયા હતા આખરે ચોરીના ખોટા આક્ષેપથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. તેમના મૃત્યુથી પરિવારનો આશરો છીનવાઈ ગયો. તેમની પત્નીએ ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.