અમદાવાદમાં વિઝીલન્સની રેડ પડતાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો,ચલાવતા હતા આ રીતે ધંધો…. – GujjuKhabri

અમદાવાદમાં વિઝીલન્સની રેડ પડતાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો,ચલાવતા હતા આ રીતે ધંધો….

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું નેટવર્ક દિવસેને દિવસે વધી રહ્યું છે. ઘણા બુટલેગર ઝડપાયા છતાં દારૂની હેરાફેરી ચાલુ જ છે.આવામાં અમદાવાદના રખિયાલમાં રેડ પડી હતી.આ દરમિયાન જ રૂ. 22 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો.હવે આ વિસ્તારમાં દારૂ કઈ રીતે આવ્યો તેના પરથી પડદો ઉઠાવ્યો છે.આખા ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી તેના મળતીયાઓ સાથે દારૂ લઈને રખિયાલ પહોંચ્યા હતા

અને આ સમગ્ર બાબતનો પર્દાફાશ વિજિલન્સે કર્યો છે.હાલ વિનોદ સિંધી રેડ કોર્નર વોન્ટેડ આરોપી છે અને તે દુબઈ ભાગી ગયો હોવાની સત્તાવાર માહિતી વિજિલન્સે આપી છે.હજી પણ વિનોદ સિંધીનું નેટવર્ક એ જ રીતે ચાલી રહ્યું છે.કારણ કે તેને દારૂનું નેટવર્ક એક કંપનીની રીતે સેટ કર્યું હતું.જેથી તે ન હોવા છતાં પણ દારૂની સપ્લાય અવિરત રીતે ચાલી રહી છે.

તાજેતરમાં વિજિલન્સની ટીમે મોડી રાતે રખિયાલ વિસ્તારમાં એક આઇસર ટ્રકને રોકી હતી.આ દરમિયાન જ અમદાવાદ પોલીસ કે વિજિલન્સ વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી હતી.વિજિલન્સને આ દારૂ આબુરોડથી ગુજરાતમાં આવ્યો છે અને અમદાવાદના રખિયાલમાં કટીંગ થવાનો છે તેવી બાતમી પહેલેથી જ મળી હતી.વિજિલન્સની ટીમે આ ટ્રકનો પીછો કર્યો અને જ્યાં દારૂનું કટીંગ થવાનું હતું.ત્યાં રેડ પાડી હતી.

તમને જણાવીએ કે ટીમને આઇસર ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો.તેની અંદાજે કિંમત 22 લાખથી વધુ થાય છે અને કુલ મુદ્દા માલ 27 લાખથી વધુ થવા જઈ રહી છે.આ ગુનામાં કુલ નવ આરોપીઓના નામ ખુલ્યા છે.જેમાં દારૂની ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો એટલે કે ગુજરાતમાં દારૂનો નેટવર્ક ચલાવવા માટે રીતસરની કંપની બનાવનાર વિનોદ સિંધી સહિત કુલ આઠ આરોપીઓના નામ આવ્યા છે.