અમદાવાદમાં માતાના મૃત્યુ બાદ,ચાર દીકરીઓએ આપી માતાની અર્થીને કાંધ,કહાની જાણીને તમે પણ રડી પડશો…. – GujjuKhabri

અમદાવાદમાં માતાના મૃત્યુ બાદ,ચાર દીકરીઓએ આપી માતાની અર્થીને કાંધ,કહાની જાણીને તમે પણ રડી પડશો….

અમદાવાદમાં જૂના બંધનો અને માન્યતાઓને તોડીને ચાર પુત્રીઓએ માત્ર તેમની માતાના મૃતદેહને જ કાંધો આપ્યો ન હતો,પરંતુ તેમની ચિતા પણ પ્રગટાવી હતી.તમને જણાવીએ કે સીટીએમ વિસ્તારમાં રહેતાં વૃદ્ધાનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થતા તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમની ચારેય દીકરીઓ તેમને કાંધો આપીને અગ્નિદાહ આપ્યો હતો.

સામાન્ય રીતે આપણા સમાજમાં અર્થીને કાંધો આપવાનું અને સ્મશાને જઈને અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય પુરુષોનું હોય છે.પરંતુ પિતૃસત્તાક વ્યવસ્થાના આ નિયમને તોડીને આ ચાર દીકરીઓએ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી છે.વિગતવાર જણાવીએ મૃતક મહિલાનું નામ કંચન બેન હતું.તેઓ મૂળ બોટાદના વતની હતા.જોકે તેઓ અમદાવાદના સીટીએમમાં સદગુરુ બંગ્લોઝમાં રહેતા હતા.

તાજેતરમાં જ 78 વર્ષની ઉંમરે તેમનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું.કંચનબેને ચાર દીકરીઓ હિના,સુધા,નીતા અને જલ્પા છે.જેમને અલગ અલગ શહેરોમાં પરણાવેલી છે.તેઓએ ત્યાં આવી માતાના અંતિમ દર્શન કર્યાં હતા અને માતાની ઇચ્છા મુજબ ચારેય દીકરીઓએ કાંધ આપી અને અગ્નિદાહ આપ્યો હતો.

સાથે જ તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય દીકરીઓને પણ અંતિમ ક્રિયા કરવા માટે પ્રેરણા આપી છે,તમને જણાવીએ કે ચારેય બહેનોના પિતા ગુજરાન ચલાવવા માટે ફેબ્રિકેશનનું નાનું-મોટું કામ કરતા હતા પરંતુ તેમાંથી ખાસ કમાણી નહોતી થતી.તેથી ચારેય બહેનોના મમ્મીએ જ પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો હતો.