અમદાવાદમાં બીજાની ભૂલના કારણે પિતા પુત્રીએ એક સાથે આ દુનિયાને કહ્યું અલવિદા,પરિવારમાં શોકનું વાતાવરણ… – GujjuKhabri

અમદાવાદમાં બીજાની ભૂલના કારણે પિતા પુત્રીએ એક સાથે આ દુનિયાને કહ્યું અલવિદા,પરિવારમાં શોકનું વાતાવરણ…

અમદાવાદથી ખુબજ કરુણ ઘટના સામે આવી છે. જેમાં પિતા પુત્રીનું એક સાથે મૃત્યુ થઇ જતા આખા એરિયામાં લોકોએ અરેરાટી સર્જાઈ ગઈ હતી અને પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો હતો. આ ઘટના અમદાવાદના ખોખરા વિસ્તારમાં ઘટી છે.

જ્યાં એક વ્યકતિની બેદરકારીના લીધે પિતા પુત્રીનુ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અમદાવાદના ખોખરા વિસ્તારમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે.બપોરના સમયે પિતા પુત્રી ત્યાં આવેલા દશામાંના મંદિરે બેઠા હતા અને ત્યાં JCB ચાલક રિવર્સ મારતો હતો.

ત્યાં JCB ની દીવાલ સાથે ટક્કર થઇ જતા. ૨૦ ફુટ ઊંચી દીવાલ ધરાશયી થઇ ગઈ હતી અને મંદિરની બાજુમાં બેસેલા પિતા પુત્રીની જોડી આની ચપેટમાં આવી ગયા હતા.ઘટના ઘટતા જ સ્થાનિક લોકો ત્યાં તરત જ ભેગા થઇ ગયા હતા.

પિતા પુત્રીને બચાવવાની કોશિશ ચાલુ કરી હતી. પ્રશાશન ત્યાં પહોંચે તેની પહેલા સ્થાનિક લોકોએ પિતા પુત્રીને બહાર કાઢ્યા હતા અને તેની પહેલા પિતા પુત્રીનું મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. લોકોએ JCB પર પથ્થર મારો કર્યો હતો.

JCB ડ્રાઈવર ડરીને ત્યાંથી નાસી ગયો હતો. કોન્ટ્રાંકટર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. પરિવારના લોકોએ ખુબજ આક્રંદ રુદન કર્યું હતું. પરિવારના બે લોકોનું એકસાથે મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.