અમદાવાદમાં બની અનોખી ઘટના,ફાયરિંગમાં યુવાનના માથાંમાથી આરપાર થઈ ગોળી….

ગુજરાતમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યાં છે.તાજેતરમાં જ અમદાવાદમાં એક ચકચાર મચાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે.તમેં જાણીને હચમચી જશો કે ફાયરિંગમાં યુવાનનાં માથામાં ભાગેથી ગોળી આરપાર નીકળી ગઈ હતી.આ સમગ્ર ઘટના કંઈ રીતે બની અને હત્યા પાછળનું કારણ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

ગોમતીપુરમાં એક ફળીની બહાર બેઠેલા લોકો પર 4 શખસોએ આવીને મારપીટ શરુ કરી દીધી હતી.એટલે સુધી કે તેમના પર કાચની બોટલો ફેંકીને દોડાવ્યા હતા.તેમની ક્રુરતા આટલે થોભી ન હતી.4 નરાધમોએ એક વ્યક્તિને તો છરી મારી હતી.આવામાં અન્ય એક શખ્સ વચ્ચે પડતાં 4 શખ્સોમાંથી એક શખ્સે રિવોલ્વરથી ફાયરિંગ કરતાં તેને માથામાં ગોળી વાગતાં સારવાર દરમિયાન જ તેને જીવ છોડ્યો હતો.આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં ગજરા કોલોની પાસે જૂની અદાવતમાં મહેશ ઉર્ફે સુલતાન અને તેના મિત્રો 16 સપ્ટેમ્બરે રાતના સમયે ભાવેશ સોલંકી સાથે મારપીટ કરી રહ્યા હતા.જો કે ભાવેશ ઘરે જતો રહ્યો હતો.ત્યારે તેને ફોન કરીને સુલતાને ધમકી આપી હતી.બીજા દિવસે વિશાલ પરમાર,ભાવેશ સોલંકી,હિતેશ વાઘેલા,જીતેન્દ્રભાઈ અને અન્ય ચાલીના માણસો બેસીને વાતો કરી રહ્યા હતા.ત્યારે પણ સુલતાન ફોન કરીને ભાવેશને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

મોડીરાતે 3 વાગે ચાલીમાં સુલતાન ફોરવ્હીલરમાં આવ્યો અને તેના ત્રણ સાગરીતો એક એક્ટિવા પર આવ્યા હતા.સુલતાને એક્ટિવા પર આવેલા સાગરીતોને મારો મારો કહેતા પ્રવાહી ભરેલી કાચની બોટલો ફેંકી હતી.જેથી શાંતિથી બેસેલા ભાવેશના મિત્રો દોડવા લાગ્યા હતા.આ દરમિયાન જીતેન્દ્રભાઈ ભગત પડી ગયા હતા.

જેમને સુલતાના સાગરીતોએ પગના ભાગે છરી મારી હતી.જીતેન્દ્રભાઈને છોડાવવા વિશાલ પરમાર અને હિતેશ વાઘેલા વચ્ચે પડ્યા હતા.ત્યારે સુલતાને ગાડીમાં બેસીને કહ્યું કે- મારો મારો.જેથી રોષે ભરાયેલા ધમાએ તેની પાસેની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું આ કારણે જ ગંભીર ઇજા થતાં તેમનામાંના એકનું નિધન થયું હતું.

 

Similar Posts