અમદાવાદમાં પતિ-પત્નીનું માર્ગ અકસ્માતમાં એક સાથે મૃત્યુ થઇ જતા આજે આખો પરિવાર દીકરાને અને પુત્રવધૂને યાદ કરીને રડ્યા જ કરે છે. – GujjuKhabri

અમદાવાદમાં પતિ-પત્નીનું માર્ગ અકસ્માતમાં એક સાથે મૃત્યુ થઇ જતા આજે આખો પરિવાર દીકરાને અને પુત્રવધૂને યાદ કરીને રડ્યા જ કરે છે.

હાલમાં ઘણા અવનવા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે, હાલમાં એક તેવા જ માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, આ માર્ગ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે દીકરાના લગ્નના હજુ બે મહિના પણ થયા ન હતા અને અમદાવાદના સોલા ઓવર બ્રિજ પર અકસ્માત થતા દીકરા અને પુત્રવધુનું મૃત્યુ થઇ ગયું.

તો આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, આ ઘટનાના પાંચ દિવસ થઇ ગયા હતા તો પણ માતા-પિતા અને તેમની બહેનની આંખમાંથી આંસુ સુકાયા જ ન હતા, માતાપિતા પણ દીકરાને યાદ કરીને આખો દિવસ ભીની આંખે રડ્યા કરે છે, તેમની મોટી બહેનો પણ હવે અમે રાખડી કોને બાંધીશુ તે યાદ કરીને રડ્યા જ કરે છે.

આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ૨૮ મેના રોજ મોડીરાત્રે સોલા ઓવર બ્રિજ પર સ્વિફ્ટ ડિઝાયર કારની ટક્કર જ્યુપિટર સાથે થઇ જવાથી ઘટનાસ્થળે જ અકસ્માત સર્જાઈ ગયું હતું,

આ અકસ્માત થતા ઘટનાસ્થળે જ પતિ પત્નીનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ પરિવારના લોકો ઘટનાસ્થળે આવી ગયા અને ચોધાર આંસુએ રડી પડ્યા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી, આજે પણ પરિવારના લોકો દીકરાને અને તેમની પુત્રવધુને યાદ કરીને રડ્યા જ કરે છે અને તેમની બહેનોની આંખમાંથી આજે પણ આંસુ સુકાતા નથી.