અમદાવાદમાં દિવસના ૩ થી ૪ હજાર કમાવાના મોહમાં દીકરી સાથે થયું એવું કે આજે તેને ખુબજ પછતાવો થઇ રહ્યો છે. – GujjuKhabri

અમદાવાદમાં દિવસના ૩ થી ૪ હજાર કમાવાના મોહમાં દીકરી સાથે થયું એવું કે આજે તેને ખુબજ પછતાવો થઇ રહ્યો છે.

આજે સોશિયલ મીડિયાના જમાનામાં જેટલી કમાવાની તકો ઉભી થઇ છે તેની સાથે સાથે છેતરપિંડીના પણ કિસ્સાઓમાં ખુબજ વધારો થઇ રહ્યો છે. સોશિયલ મીડિયાના જમાનામાં એક જ ઝટકામાં લોકોના બેન્ક એકાઉન્ટ કહેલી થઇ જતા હોય છે.આવી જ ઘટના હાલ અમદાવાદના સોલા વિસ્તારથી સામે આવી છે. જ્યાં રોજના ૩૦૦૦ કમાવાના મોહમાં દીકરીએ માતા પિતામાં ૩ લાખ ગુમાવી દેતા આજે તેને તે વાતનો ખુબજ મોટો પછતાવો થઇ રહ્યો છે.

અમદાવાદના સોલામાં રહેતા લતા બેનના ફોન પર મેસેજ આવ્યો કે જો દિવસના ૩ થી ૪ હજાર રૂપિયાની કમાણી કરાવી હોય તો આ લિંક પર ક્લિક કરો. તો લતા બેનની દીકરીએ તે લિંક પર ક્લિક કરી તો તેને અલગ અલગ વસ્તુઓમાં ઈન્વેસ્ટ કરવાનું જણાવ્યું અને તેને કહેવામાં આવ્યું કે તે બધા પૈસા નફ સાથે મળી જશે.

એમ કહી દીકરીને ફ્લિપકાર્ટ પરથી અલગ અલગ વસ્તુઓ ખરીદવાનું જણાવ્યું હતું. તો દીકરીએ તે વ્યકતિ પર વિશ્વાસ રાખી.૩ લાખ રૂપિયાની અલગ અલગ વસ્તુઓ ખરીદી લીધી અને તેના પછી પણ તે યુવકે પૈસા આ માંગતા લતા બેનને થયું કે આ કોઈ ફ્રોડ જ છે.

માટે તેમને પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું જાણ થતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તો લતા બેને તરત જ સોલા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોધાવી હતી.

આજે નાની એવી બેદરકારીના લીધે દીકરીએ માતા પિતાના ૩ લાખ રૂપિયા ગુમાવ્યા.આજે લોકો મહેનત વગર જ લાખો રૂપિયા કામવા માંગે છે. જયારે તેમને કોઈ મેસેજ કરે કે દિવસના હજારો રૂપિયા કમાઓ તો પહેલા તે કામની પુરે પુરી જાણકારી લો કે આ જાણકારી સાચેમાં સાચી છે કે નહિ નહિ તો તમારે પણ લાખો રૂપિયા ગુમાવવાના દિવસો આવી શકે છે. માટે આજના જમાનામાં સોચતે રહેવું ખુબજ જરૂરી છે.