અમદાવાદમાં આ યુવકે કોઈ ભૂલ વગર પોતાનો જીવ ગુમાવતા આજે બે દીકરીઓ પિતા વિનાની થઇ ગઈ…. – GujjuKhabri

અમદાવાદમાં આ યુવકે કોઈ ભૂલ વગર પોતાનો જીવ ગુમાવતા આજે બે દીકરીઓ પિતા વિનાની થઇ ગઈ….

અમદાવાદમાં ફરી રખડતા ઢોરના કારણે એક પરિવારમાં માતમ છવાઈ ગયો. નવરાત્રીના તહેવાર વચ્ચે અમદાવાદના આ પરિવારમાં દુઃખ છવાઈ ગયું. અમદવાદના નવા નરોડા ખાતે રહેતા ભાવિન પટેલ ગઇકાલે કોઈ કામ અર્થે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા.

તેમને પોતાના જરૂરી ડોક્યુમેન્ટની ફોટો કોપી કરવાની હોવાથી તે બજારમાં ગયા હતા.તે બજારમાં બાઈક લઈને જઈ રહયા હતા એવામાં એક ગાય સામેથી ડિવાઈડર કૂદીને આવી અને તેમને અડફેટે લીધા. અડફેટે લીધાની સાથે જ ભાવિન ભાઈ નીચે પટકાયા હતા.

નીચે પડતાની સાથે જ તેમને માથાના ભાગે પણ ખુબજ ગંભીર ઈજાઓ આવી હતી. ત્યાં લોકો તરત જ ભેગા થઇ ગયા અને તેમને હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા. પણ ત્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ પ્રસરી ગયો હતો.

ડોક્ટરોએ તાપસ કરતા કહ્યું કે તેમને બ્રેન હેમરેજ થઇ જવાને કારણે તેમનું મૃત્યુ થઇ ગયું છે. તમે વિચારી શકો છો કે કેટલા ફોર્સથી નીચે પડ્યા હશે. ભાવિન ભાઈનું મૃત્યુ થઇ જવાથી આજે તેમના પરિવારમાં ગેરો શોક છવાઈ ગયો છે. પરિવારના લોકોએ મ્યુન્સીપાલ્ટીની કામગીરી સામે ખુબજ રોષ ઠાલવ્યો હતો કે આજે તેમના લીધે એક પરિવારને પોતાનો દીકરો ખોવાનો સમય આવ્યો છે.

તેમની બે દીકરીઓ છે જે આજે પિતા વિના નોધારી બની ગઈ. પરિવારનો એકના એક આશરો છીનવાઈ ગયો. આજે આખો પરિવાર તેમની યાદ આક્રંદ રુદન કરી રહ્યો છે. આજે આ પરિવારની કલ્પના કરવી પણ ખુબજ કઠિન છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.