અમદાવાદનો આ યુવક ઘરેથી ખુશી ખુશી વાવકુવા ધોધમાં ન્હાવા માટે આવ્યો પણ થયું એવું કે યુવકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયું તો આખા પરિવારમાં અરેહાટી સર્જાઈ ગઈ.
હાલમાં મિત્રો ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે, આ વર્ષે મહીસાગર જિલ્લામાં ઘણો સારો એવો વરસાદ પડી રહ્યો છે, તેના કારણે ઘણા કુદરતી ઝરણાં પણ વહેતા હોય છે, તે ઝરણાંનો અદભુત નજારો નિહાળવા માટે ઘણા પ્રવાસીઓ દૂરદૂરથી આવતા હોય છે અને મજા માણતાં હોય છે.
હાલમાં એક તેવો જ કિસ્સો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ વાવ કુવા ધોધમાંથી સામે આવ્યો હતો, વધુ વરસાદના કારણે લોકો મજા માણવા માટે મહીસાગર જિલ્લાના અને અન્ય જિલ્લાઓમાંથી લોકો આવતા હોય છે. ત્યારે અમદાવાદના આ યુવાન અહીં નાહવા માટે આવ્યા હતા અને તે યુવક ધોધના ઊંડા વહેણમાં ન્હાતા ન્હાતા ડૂબી ગયા હતા.
આ ઘટનાની જાણ ત્યાંના આસપાસના લોકોને થઇ તો તરત જ ત્યાંના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા અને તંત્ર દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થઇ તો પોલીસે તપાસ કરતા જણાવતા કહ્યું હતું કે આ યુવાનનું નામ અમન નિરજકુમાર પટેલ છે.
અમન શ્રીનંદ નગર વિભાગ-5, મકરબા રોડ વેજલપુર અમદાવાદમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ અમનના પિતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી તો પોલીસે આ ઘટના વિષે ફરિયાદ નોંધીને આગળની વધુ કાર્યવાહી કરવાની શરૂ કરી હતી, આ ઘટનાની જાણ યુવાનના પરિવારના લોકોને થઇ તો આખા પરિવારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું દુઃખદ ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.