અમદાવાદનો આ દીકરો પિતાને લારી ચલાવવામાં મદદ કરતો અને તેની સાથે સાથે અભ્યાસ કરીને CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું. – GujjuKhabri

અમદાવાદનો આ દીકરો પિતાને લારી ચલાવવામાં મદદ કરતો અને તેની સાથે સાથે અભ્યાસ કરીને CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.

આપણે ઘણા દીકરાઓને અને દીકરીઓને જોતા હોઈએ છીએ જે જીવનમાં સફળતા મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કરતા હોય છે, આજે આપણે એક તેવા જ દીકરા વિષે વાત કરીશું, આ દીકરો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હતો, ઘાટલોડિયા વિસ્તારમાં ઉભો રહીને આ દીકરો તેના પિતાને લારી ચલાવવાનું કામ કરતો હતો.

લારી ચલાવવાના કામની સાથે સાથે આ દીકરો તેનો અભ્યાસ પણ કરી રહ્યો હતો, આ દીકરાનું નામ પ્યારેલાલ હતું, પ્યારેલાલએ લારીના કામની સાથે સાથે CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું, ICAI ની પરીક્ષા અમદાવાદના ૨૩૬૦ વિધાર્થીઓએ આપી હતી, તેમાંથી ICAI નું કોચિંગ લેનારા અમદાવાદના માત્ર આઠ વિધાર્થીઓ પાસ થયા હતા.

તે આઠ વિધાર્થીઓમાં એક પ્યારેલાલનું પણ નામ હતું, પ્યારેલાલ તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતાને મદદ કરી રહ્યા હતા અને તેની સાથે સાથે રોજના દસ થી બાર કલાક સુધી સખત મહેનત પણ કરતા હતા

તો આજે પ્યારેલાલની મહેનત રંગ લાવી અને જે સમયે પ્યારેલાલને સીએ ફાઉન્ડેશનનું પરિણામ આવ્યું ત્યારે પ્યારેલાલની સફળતા જોઈને તેના માતાપિતા ખુબ જ ખુશ થઇ ગયા હતા.

આ પરિણામ જોઈને પ્યારેલાલ તેના માતાપિતાને ભેટીને રડી પડ્યા હતા, પ્યારેલાલએ તેમની બધી જ સફળતાનો શ્રેય તેમના માતાપિતાને આપ્યો હતો કારણ કે માતા પિતાના સાથ અને સહકારથી પ્યારેલાલએ આ સફળતા મેળવીને આખા પ્રજાપતિ સમાજનું નામ ગર્વથી રોશન કર્યું હતું, પ્યારેલાલના માતાપિતા તેમની આ સફળતા જોઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા.