અમદાવાદની ૧૬ વર્ષની દીકરીએ ઈન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડમાં ૧૭ મોં નંબર મેળવીને દેશભરમાં માતાપિતાનું અને ગુજરાતનું નામ ગર્વથી રોશન કર્યું.
હાલના ચાલી રહેલા આધુનિક સમયમાં આપણે દેશની ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને મોટી સફળતા મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કરતી હોય છે, આજે આપણે એક તેવી જ અમદાવાદની દીકરી વિષે વાત કરીશું, અમદાવાદની ૧૬ વર્ષની દીકરી ચેસ ઓલિમ્પિયાડમાં આખા વિશ્વની ટીમમાં ૧૭ માં ક્રમાંકે આવી હતી.
આ સ્પર્ધામાં દેશમાંથી ૧૫ યુવતીઓ જ ચેસ રમી રહી હતી, તેમાંથી વિશ્વા નામની એક અમદાવાદની દીકરીએ પણ તેની નાની ઉંમરમાં ચેસમાં ૧૭ મો નંબર મેળવીને દેશભરમાં માતાપિતાનું નામ ગર્વથી રોશન હતું, વિશ્વા વાસણાવાળા હાલમાં બારમા ધોરણમાં સાયન્સ વિષયમાં મણિનગરની બેસ્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી.
વિશ્વા તેના અભ્યાસની સાથે સાથે ચેસની રમત પણ રમતી હતી, વિશ્વાના માતાપિતા વ્યવસાયે ડોક્ટર હતા અને સંતાનમાં માત્ર એક દીકરી જ હતી, તેથી વિશ્વાના માતાપિતાએ બાળપણથી જ દીકરીને પોતાની ઈચ્છા મુજબ આગળ વધવા દીધી હતી,
જયારે વિશ્વા સાત વર્ષની હતી ત્યારથી જ તે ચેસ રમતી હતી, વિશ્વાએ શરૂઆતમાં શાળામાં, જિલ્લામાં, રાજ્યમાં અને ઇન્ટરનેશનલ લેવલ સુધી બસો કરતા પણ વધુ વખત ચેસની રમતમાં ભાગ લીધો હતો.
હાલમાં તમિલનાડુમાં ચેસ ઓલિમ્પિયાડની સ્પર્ધા યોજવામાં આવી હતી, ત્યાં ૨૮ જુલાઈથી ૧૦ ઓગસ્ટ સુધી આ સ્પર્ધા ચાલી રહી હતી. આ સ્પર્ધામાં વિશ્વના અનેક દેશોની ટિમએ ભાગ લીધો હતો. ભારતમાં પહેલીવાર આ ચેસ ઓલિમ્પિયાડની સ્પર્ધા યોજવામાં આવી હતી, તેમાં ૧૫ યુવતીઓએ ભાગ લીધો હતો તેમાં અમદાવાદની વિશ્વા પણ એક હતી.
અમદાવાદની વિશ્વાએ ચેસની રમતમાં દેશભરમાં ૧૭ મોં નંબર મેળવીને આખા દેશનું નામ ગર્વથી રોશન કર્યું હતું, વિશ્વાના પિતા હિતેશભાઈએ પણ જણાવતા કહ્યું હતું કે મને મારી દીકરી પર ખુબ જ ગર્વ છે કે તેને આટલી નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મેળવીને દેશભરમાં અમદાવાદનો ડંકો વગાડ્યો હતો.