અમદાવાદની આ મહિલા દોઢ લાખનો આઈફોન અને પાંચ હજાર રૂપિયા રોકડા ભરેલું પર્સ રિક્ષામાં ભૂલી ગઈ તો રિક્ષાચાલકે મહિલાને પર્સ પરત કરીને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. – GujjuKhabri

અમદાવાદની આ મહિલા દોઢ લાખનો આઈફોન અને પાંચ હજાર રૂપિયા રોકડા ભરેલું પર્સ રિક્ષામાં ભૂલી ગઈ તો રિક્ષાચાલકે મહિલાને પર્સ પરત કરીને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

આપણે ઘણા ઇમાનદારીના કિસ્સાઓ જોતા હોઈએ છીએ, ઘણા લોકો તેમનું જીવન ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સાની જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ અમેરિકાથી અમદાવાદ આવેલી એનઆરઆઈ મહિલા રિક્ષામાં બેસીને તેના સંબંધીને ત્યાં મળવા માટે જતી હતી.

ત્યાં જતી વખતે આ મહિલા રીક્ષામાં દોઢ લાખનો આઈફોન, પાંચ હજાર રૂપિયા રોકડા અને ઘરની ચાવીઓનો ઝુડો ભરેલું પર્સ રિક્ષામાં ભૂલી ગઈ અને મહિલા રીક્ષામાંથી નીચે ઉતરી ગઈ હતી, ત્યારબાદ આ આ પર્સની જાણ રિક્ષાચાલક યુવકને થઇ તો તાત્કાલિક જ રિક્ષાચાલકએ ઈમાનદારી અને પ્રામાણિકતા બતાવીને મહિલાને તેનું પર્સ પરત આપી દીધુ હતું.

આ રિક્ષાચાલકનું નામ રમેશભાઈ પટેલ છે, રમેશભાઈ વસ્ત્રાલમાં રહેતા હતા અને રિક્ષા ચલાવતા હતા, રમેશભાઈ સોમવારના દિવસે રાત્રે નારણપુરામાં હતા તે સમયે તેમની રીક્ષામાં ૫૫ વર્ષની એક મહિલા તેમની રિક્ષામાં બેઠી હતી. ત્યારબાદ રમેશભાઈ રિક્ષા લઈને નવરંગપુરા તરફ ગયા તો તેમને રિક્ષામાં બેઠેલી મહિલાનું પર્સ જોવા મળ્યું તો રમેશભાઈએ તે પર્સ પોતાની પાસે રાખ્યું.

ઘરે જઈને રમેશભાઈએ પોતાના દીકરાને પર્સ આપ્યું અને કહ્યું કે અંદર કોઈ આઈડી પ્રૂફ કે કોન્ટેક્ટ નંબર છે તેની તપાસ કરવા કહ્યું, તો પર્સની અંદર દોઢ લાખનો આઈફોન, પાંચ હજાર રૂપિયા રોકડા અને ઘરની ચાવીઓ હતી. રમેશભાઈએ મહિલાનો ફોન તેની પાસે રાખ્યો અને થોડા સમયમાં જ મહિલાના ફોન પર ફોન આવ્યો તો રમેશભાઈએ જણાવ્યું.

તમે તમારો સામાન રિક્ષામાં ભૂલીને જતા રહ્યા છો, ત્યારબાદ રમેશભાઈએ પર્સ લેવા મહિલાને કાલુપુર બોલાવી અને મહિલાને તેનું પર્સ પરત સોંપ્યું હતું. તે પછી મહિલાએ તેનું પર્સ ખોલીને જોયું તો તેની બધી વસ્તુ એમના એમ હતું એટલે મહિલાએ રિક્ષાચાલક રમેશભાઈનો દિલથી આભાર માન્યો અને ​​​​​​​​​​​​​​મહિલાને તેનું પર્સ પરત મળતા ખુશ થઈને મહિલાએ એક હજાર રૂપિયા રોકડા રિક્ષાચાલકને આપ્યા હતા.