અમદાવાદની આ મહિલાએ રમકડાં વેચી પોતાના પરિવારનું નસીબ બદલી નાખ્યું….૨૦ વર્ષ રમકડાં વેચી માં એ ચાર બાળકોના લગ્ન કરાવ્યા…… – GujjuKhabri

અમદાવાદની આ મહિલાએ રમકડાં વેચી પોતાના પરિવારનું નસીબ બદલી નાખ્યું….૨૦ વર્ષ રમકડાં વેચી માં એ ચાર બાળકોના લગ્ન કરાવ્યા……

માં તો માં હોય છે માં પોતાના બાળકો માટે કઈપણ કરી શકે છે. આજે અમે તમને એક એવી જ માતા વિષે જણાવીશું કે જેમના વિષે જાણીને બોલી પડશો કે આવું તો એક માતા જ કરી શકે છે. આ મહિલાનું નામ ગીતા બેન વઢિયાળ છે અને તે અમદાવાદના મણિનગરના રહેવાસી છે.

ગીતાબેનના પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી. તેમના ચાર બાળકો હતા.આખા પરિવારનું ગુજરાન માંડ માંડ ચાલતું હતું. ગીતા બેન ઘરે જાતે રમકડાં બનાવતા અને રસ્તાની બાજુમાં બેસીને રમકડાં વેંચતા હતા.

તેમની જોવે એટલી કમાણી નહતી થતી. તેમને દરરોજ ચિંતા થતી હતી કે તેમાં પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવી શકશે. એક દિવસ એક અધિકારી તેમને મળી અને લોકમેળામાં એક દુકાન અપાવી.

એ દિવસથી ગીતા બેનનું નસીબ બદલાઈ ગયું. ગીતા બેને એ મેળામાંથી ૩૦ હજાર રૂપિયાનો નફો કર્યો પછી ગીતા બેને દરેક મેળાઓમાં પોતાની દુકાન લગાવવાની શરૂ કરી દીધી અને તેનાથી પોતાના પરિવારનું નસીબ બદલી નાખ્યું.

ગીતા બેન છેલ્લા ૨૦ વર્ષથી રમકડાં વેચે છે. રમકડાં વેચીને ગીતા બેને પોતાના ચાર બાળકોને ભણાવ્યા મોટા કર્યા અને તેમના લગ્ન કરાવ્યા.મેળાએ ગીતા બેનનું જીવન બદલી નાખ્યું.

આજે ગીતા બેન પોતાના પરિવારને સારું એવું જીવન આપી શક્યા છે. આજે ગીતાબેન દર મહિને ૪૦ હજાર રૂપિયાની કમાણી કરે છે. તેમને પોતાના જીવનમાં ખુબજ સંઘર્ષ કર્યો ખરાબ દિવસો પછી તેમને આજે સારા દિવસો જોયા છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.