અમદાવાદના ૩૫ વર્ષના યુવકનું બ્રેઈન ડેડ થઇ જતા પરિવારના લોકોએ તેમના અંગોનું દાન કરીને બીજા ચાર લોકોને નવું જીવનદાન આપીને સમાજમાં માનવતા મહેકાવી. – GujjuKhabri

અમદાવાદના ૩૫ વર્ષના યુવકનું બ્રેઈન ડેડ થઇ જતા પરિવારના લોકોએ તેમના અંગોનું દાન કરીને બીજા ચાર લોકોને નવું જીવનદાન આપીને સમાજમાં માનવતા મહેકાવી.

દરેક લોકો આપણે જાણીએ જ છીએ કે અંગદાનને સૌથી મહત્વનું દાન ગણવામાં આવે છે, તેથી ઘણા લોકો તેમના અંગોનું દાન કરીને બીજા લોકોને નવું જીવનદાન આપતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સો અમદાવાદથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા અમદાવાદના ૩૫ વર્ષના જયેશભાઈ પટેલ કારખાનામાં કામ કરતા હતા.

જયેશભાઇ કામ કરતા કરતા અચાનક જ નીચે પડી ગયા એટલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે જયેશભાઇને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ ત્યાં સારવાર દરમિયાન જ ડોકટરોએ જયેશભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા, આ ઘટના બન્યા બાદ પરિવારમાં દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

તે પછી પરિવારના લોકોએ જયેશભાઇના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું અને તેમના અંગોનું દાન કરીને બીજા ચાર લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી હતી, જયેશભાઇના શરીરમાંથી એક કિડની, બે ફેફસાં, બે આંખો અને એક લિવરનું દાન કરીને બીજા ચાર જરૂરિયાતમંદ લોકોને નવું જીવનદાન આપીને સમાજમાં માનવતા મહેકાવી હતી.

હાલમાં અંગદાનના ઘણા બનાવો બનતા હોય છે, તેના કારણે ઘણા જરૂરિયાતમંદ લોકોને નવું જીવનદાન મળતું હોય છે, અંગદાનની મદદથી દર વર્ષે ભારતમાં પાંચ લાખ કરતા પણ વધારે લોકોના જીવ બચાવવામાં આવે છે અને દિવસે દિવસે અંગદાનની પ્રવૃત્તિમાં પણ વધારો થાય છે. આથી દરેક લોકોએ પોતાના અંગોનું દાન કરવું જોઈએ.