અમદાવાદના શીશુગૃહમાંથી આ વિદેશના દંપતીએ સાડા પાંચ વર્ષના અનાથ બાળકને દત્તક લીધું, હવે આ બાળક તેના નવા માતાપિતા સાથે તેના નવા જીવનની શરૂઆત કરશે…. – GujjuKhabri

અમદાવાદના શીશુગૃહમાંથી આ વિદેશના દંપતીએ સાડા પાંચ વર્ષના અનાથ બાળકને દત્તક લીધું, હવે આ બાળક તેના નવા માતાપિતા સાથે તેના નવા જીવનની શરૂઆત કરશે….

છેલ્લા ઘણા મહિનાઓથી આપણે જોતા આવીએ છીએ કે ઘણા દંપતીઓ તેમના જન્મેલા બાળકને કોઈ પણ જગ્યા પર છોડીને ચાલ્યા જતા હોય છે, તેથી તેવા કેટલાય બાળકોની અનાથ આશ્રમમાં સાર સંભાળ રાખવામાં આવતી હોય છે, આવા ઘણા બધા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, હાલમાં અમદાવાદના શીશુગૃહમાં શનિવારના દિવસે એક ભવ્ય ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો.

શનિવારના દિવસે આ શીશુગૃહમાંથી એક યુરોપના દંપતીએ સાડા પાંચ વર્ષના એક બાળકને ગોદ લીધું હતું, સાડા પાંચ વર્ષના બાળકનું નામ સાગર હતું, આ બાળકને કોઈ અજાણ્યું માણસ અમદાવાદના પાલડી ખાતે

આવેલા શીશુગૃહના દરવાજે મૂકીને જતુ રહ્યું હતું, ત્યારબાદ આ શીશુગૃહમાં સાગરની સંપૂર્ણ જવાબદારી રાખવામાં આવતી હતી, તેથી હાલમાં બીજા બાળકોની જેમ સાગરને પણ દત્તક આપવામાં આવ્યો હતો.

સાગરને જે દંપતીએ ગોદ લીધો હતો તે દંપતી યુરોપના માલ્ટામાં રહેતા હતા, આ દંપતીનું નામ કારમેલો અબદીલા અને તેમની પત્નીનું નામ ચાલેને અબદીલા હતું, કારમેલો અબદીલાએ પ્લાન્ટ મેનેજર હતા

અને ચાલેને અબદીલા એક શિક્ષક હતા, બધી તપાસ કર્યા બાદ આ શીશુગૃહમાંથી સાગરને દત્તક આપ્યું હતું. આ અમદાવાદની શીશુગૃહ નામની સંસ્થામાંથી ઘણા બાળકોને વિદેશના માતાપિતાનો પ્રેમ મળ્યો હતો.

ઘણા બાળકોને વિદેશના દંપતીઓ ગોદ પણ લઇ જતા હોય છે, હવે સાગર તેના નવા માતાપિતા સાથે યુરોપના માલ્ટામાં રહેશે અને તેની સાથે તેની નવી જિંદગીની શરૂઆત કરશે, સાગરને તેની સાડા પાંચ વર્ષની ઉંમરમાં તેના યુરોપના નવા માતાપિતાનો પ્રેમ મળ્યો તો તે ખુબ જ ખુશ થઇ ગયો હતો અને તેની સાથે આ યુરોપનું દંપતી પણ સાગરને દત્તક લઈને ખુબ જ ખુશ થઇ ગયું હતું.